fbpx
Monday, January 13, 2025

અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો? તો યોગ આપી શકે છે શાંતિપૂર્ણ ઊંઘ

સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘ ન આવવાને કારણે વ્યક્તિને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી એ જરૂરી છે કે આપણે દરરોજ 7-8 કલાકની ઊંઘ લઈએ. આ ઉપરાંત તમે શાંત ઊંઘ મેળવો તે પણ મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણા કારણોને લીધે આપણે આખી રાત પડખા ફરતા રહીએ છીએ.

ઊંઘની કમી માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સમસ્યાઓ જેવી કે તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. ઊંઘ ન આવવાની સમસ્યાને અનિદ્રા કહેવાય છે. યોગ તમને આનાથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે કયા આસન કરવાથી અનિદ્રાની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

બાલાસન : બાલાસન તમારા શરીરને આરામ આપે છે અને તમને સારી ઊંઘમાં મદદ કરે છે. આ આસન કરવા માટે તમારા ઘૂંટણ પર બેસો અને તમારી બંને એડીને એકસાથે અડાડી દો. તમારા ઘૂંટણ વચ્ચે અંતર રાખો. આ પછી ઊંડો શ્વાસ લો અને ધીમે-ધીમે શ્વાસ છોડતી વખતે તમારા શરીરને આગળ વાળો. તમારા હાથ ફેલાવો અને તમારા કપાળને જમીન પર રાખો.

સુપ્ત બદ્ધ કોણાસન : આ આસન તમારા હિપ્સના તણાવને મુક્ત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ આસન તમારા હાર્ટ બીટને પણ નિયંત્રિત કરે છે. જેનાથી સારી ઊંઘ આવે છે. આ આસન કરવા માટે જમીન પર તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારી એડીને પાછળની સાઈડ જવા દો. તમે તમારા ઘૂંટણની નીચે ગાદલા મૂકી શકો છો જેથી તમારા હિપ્સ પર વધારે દબાણ ન આવે. તમારા હાથની હથેળીઓને તમારા શરીરથી થોડા અંતરે રાખો.

વિપરિતા કરણી : આ ખૂબ જ સરળ છે. તમારા ઘરની દિવાલ પાસે જમીન પર સૂઈ જાઓ. તમારા પગને દિવાલની સામે ઉઠાવો અને તમારા શરીરને આરામ કરવા દો. આ આસન તમારા પગનો થાક દૂર કરે છે અને રક્ત પરિભ્રમણ પણ વધારે છે.

સવાશન : સવાસનમાં તમારું આખું શરીર આરામ કરે છે અને શરીરના તણાવને મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ આસનમાં તમે ઊંડા શ્વાસ લો અને તમારા શરીરને આરામ આપો. આ આસનની મદદથી તમારા હૃદયના ધબકારા સામાન્ય થાય છે અને થાક દૂર કરવામાં પણ મદદ મળે છે.

વજ્રાસન : આ આસન જમ્યા પછી તરત જ કરવામાં આવે છે. તે તમારા પાચન માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તે ચિંતા અને તણાવને પણ ઘટાડે છે. આ કારણોથી તમને સારી ઊંઘ આવે છે. આ આસન કરવા માટે, તમારા ઘૂંટણ પર બેસો અને તમારી એડી એકબીજાની નજીક રાખો. તમારા હાથને તમારા ઘૂંટણ પર રાખો અને તમારી પીઠ સીધી કરો અને લાંબા, ઊંડા શ્વાસ લો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles