દેશભરમાં આજે 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. આજે આપણે એ પણ જાણીએ કે કૃષ્ણ અને રાધા એકબીજાને ખુબ પ્રેમ કરતા હોવા છતાં તેમણે લગ્ન કેમ ન કર્યા.
શ્રીકૃષ્ણ અને રાધાના પ્રેમની તો મિસાલ અપાતી હોય છે. રાધા કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માના મિલન કહેવાય છે. સદીઓથી રાધા કૃષ્ણની પ્રેમ કહાની ચાલતી આવી છે. પરંતુ જ્યારે આપણે રાધા કૃષ્ણના પ્રેમની કહાની સાંભળીએ તો એ સવાલ ઉભો થાય છે કે શ્રીકૃષ્ણએ રાધા સાથે લગ્ન કેમ ન કર્યા? તેની પાછળ અનેક લોકવાયકા પ્રચલિત છે.
રાધા અને કૃષ્ણ બાળપણમાં મળ્યા હતા. મોટા થયા બાદ તેઓ ક્યારેય વૃંદાવન પાછા ફર્યા નહીં. આ સિવાય એ પણ ઉલ્લેખ નથી કે રાધાએ ક્યારેય દ્વારકાની મુસાફરી કરી કે નહીં. દક્ષિણ ભારતના પ્રાચીન ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ મળતો નથી.
એક પ્રચલિત દંતકથા મુજબ રાધાએ એકવાર કૃષ્ણને પૂછ્યું કે તેમની સાથે લગ્ન કરવા કેમ નથી માંગતા? તો ભગવાન કૃષ્ણએ રાધાને જણાવ્યું કે કોઈ પોતાના આત્મા સાથે લગ્ન કેવી રીતે કરી શકે? શ્રીકૃષ્ણનો આશય એ હતો કે તેઓ અને રાધા એક જ છે. તેમનું અસ્તિત્વ અલગ અલગ હોઈ શકે નહીં.
એક પ્રચલિત દંતકથા મુજબ રાધાએ એકવાર કૃષ્ણને પૂછ્યું કે તેમની સાથે લગ્ન કરવા કેમ નથી માંગતા? તો ભગવાન કૃષ્ણએ રાધાને જણાવ્યું કે કોઈ પોતાના આત્મા સાથે લગ્ન કેવી રીતે કરી શકે? શ્રીકૃષ્ણનો આશય એ હતો કે તેઓ અને રાધા એક જ છે. તેમનું અસ્તિત્વ અલગ અલગ હોઈ શકે નહીં.
બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ પૃથ્વી પર આવતા પહેલા રાધાનો એકવાર કૃષ્ણની સેવિકા શ્રીદામા સાથે વિવાદ થયો હતો. રાધારાણી ગુસ્સે ભરાયા હતા અને શ્રીદામાને રાક્ષસ તરીકે જન્મવાનો શ્રાપ આપ્યો હતો. જ્યારે શ્રીદામાએ રાધાને શ્રાપ આપ્યો હતો કે તેઓ એક માનવ તરીકે જન્મ લેશે અને પોતાના પ્રિયતમથી 100 વર્ષ માટે વિખુટા પડી જશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)