fbpx
Friday, November 15, 2024

ભગવાન શ્રી કૃષ્ણએ છેલ્લી વાર વાંસળી ક્યારે વગાડી હતી, તેમણે તેને તોડીને કેમ ફેંકી દીધી?

રક્ષાબંધનના આઠમા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ તહેવાર દેશ અને દુનિયામાં કૃષ્ણ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમે ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત કથાઓ અને દંતકથાઓ સાંભળી હશે. આજે પણ તોફાની કન્હૈયાની લીલાઓ સાંભળીને કે વાંચીને બધા કૃષ્ણના દિવાના થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણને બાળપણથી જ વાંસળીનો ખૂબ શોખ હતો. તો ચાલો જાણીએ ભોપાલના રહેવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી તેમને સૌથી પ્રિય વાંસળીને શા માટે તોડી નાખી હતી.

પુરાણો અનુસાર, જ્યારે ભગવાન કૃષ્ણ તેમના મામા કંસનો વધ કરવા માટે મથુરા જઈ રહ્યા હતા, ત્યારે 11 વર્ષ અને 56 દિવસના સમયગાળા દરમિયાન તેમણે એક ક્ષણ માટે પણ પોતાની પાસેથી વાંસળીને અળગી કરી ન હતી, કારણ કે જ્યારે તે વાંસળી વગાડતા હતા, ત્યારે ગોપીઓ અને ગાયો સહિત તેના મિત્રો-બંધુઓ દોડીને આવતા. બધા લોકો જાણે મંત્રમુગ્ધ થઈ જતા હતા, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે કૃષ્ણએ પોતાની સૌથી પ્રિય વાંસળી તોડી નાખી. આવું શા માટે થયું અને તેની પાછળની કહાની શું છે, ચાલો જાણીએ.

વૃંદાવનમાં છેલ્લી વખત વગાડી હતી વાંસળી

પુરાણો અનુસાર, જ્યારે ભગવાન કૃષ્ણ તેમના મામા અને રાક્ષસ કંસને મારવા માટે મથુરા જઈ રહ્યા હતા, ત્યારે તેમની મુલાકાત રાધારાણી સાથે થઈ હતી. એવું વર્ણન છે કે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ રાધારાણીને રજા લેતી વખતે કહ્યું હતું કે, હું તને ફરીથી ક્યારેય નહીં મળી શકું, ત્યારે રાધારાણીએ કહ્યું હતું કે, ગૌલોક ધામ જતા પહેલા તે ભગવાન કૃષ્ણને ફરી એકવાર માનવ શરીરમાં મળવા માંગે છે. ભગવાને તેની વિનંતી સ્વીકારી હતી. આ દરમિયાન તેમણે વૃંદાવનમાં છેલ્લી વખત વાંસળી વગાડી હતી અને રાધાજીને વિદાય આપ્યા બાદ કાનુડાએ વાંસળી વગાડવાનું છોડી દીધું હતું.

શા માટે તોડી નાખી હતી વાંસળી?

રાધાજીને વિદાય આપ્યા પછી કૃષ્ણએ ભલે વાંસળી વગાડવાનું છોડી દીધું હોય, પરંતુ તે વાંસળીને પોતાનાથી દૂર રાખી શક્યા નહીં. અંતે જ્યારે રાધાજી છેલ્લી વખત દ્વારકામાં ભગવાન કૃષ્ણને મળ્યા, ત્યારે તેણીએ તેમને કહ્યું કે, હવે પૃથ્વી પરથી તેમના વિદાયનો સમય આવી ગયો છે. આ સમય દરમિયાન રાધાજીએ કન્હૈયાને છેલ્લી વાર વાંસળી વગાડવાની વિનંતી કરી અને ભગવાન કૃષ્ણએ વાંસળી વગાડતાની સાથે જ રાધાજી પોતાનું શરીર છોડીને ગૌલોક ધામ પ્રસ્થાન પામ્યા. આ ઘટનાથી ભગવાન કૃષ્ણ એટલા દુઃખી થયા કે તેમણે પોતાને સૌથી પ્રિય વાંસળીને તોડી નાખી હતી.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles