fbpx
Tuesday, November 26, 2024

બુધનું ગોચર આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનની સાથે અપાર ધન પણ આપશે

ઓગસ્ટ મહિનાના અંતે બુધ ગ્રહ માર્ગી થયો છે. નવગ્રહમાંથી બુધ ગ્રહને ખૂબ જ શુભ માનવામાં આવે છે. બુધ ગ્રહ ગત 5 ઓગસ્ટ 2024 થી વક્રી ચાલ ચાલી રહ્યા હતા. 24 દિવસ સુધી વક્રી રહ્યા પછી 29 ઓગસ્ટ અને ગુરુવારે બુધ ગ્રહ માર્ગી થયો છે. આજથી બુધ ગ્રહ સીધી ચાલ ચાલશે. જેની અસર દેશ-દુનિયા સહિત બધી જ રાશિ પર વ્યાપક રીતે જોવા મળશે.

બુધ ગ્રહના માર્ગી થવાથી 3 રાશિના લોકોના જીવનમાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે. તો ચાલો તમને જણાવી એ 3 લકી રાશિઓ કઈ કઈ છે અને તેમને કેવા લાભ થશે. બુધ ગ્રહના માર્ગી થવાથી આ ત્રણ રાશિના લોકોને અપાર લાભ થવાની શરૂઆત થશે.

માર્ગી બુધ આ રાશિ માટે શુભ

વૃષભ

વૃષભ રાશિ માટે માર્ગી બુધ શુભ સાબિત થશે. વાણી અને વ્યક્તિત્વમાં નિખાર આવશે. લોકો તમારી વાતચીતથી પ્રભાવિત થશે. સેલ્સ સંબંધિત કામ કરતા લોકો માટે સારો સમય. મોટા પ્રોજેક્ટ મળવાના યોગ. વેપારમાં પ્રગતિ થશે. ઓનલાઇન માર્કેટિંગથી લાભ થશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. માતા પિતાના આશીર્વાદ મળશે. મેરીડ લાઇફમાં ખુશીઓ આવશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ મધુર બનશે.

સિંહ

માર્ગી બુધ સિંહ રાશિના લોકોને જીવનમાં પ્રગતિ કરાવશે. નવા લોકોના સંપર્કમાં આવશો. અનુભવોથી લાભ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં પ્રગતિ થશે. સોશિયલ મીડિયા કેમ્પેઇનથી વેપારનો વિસ્તાર થશે. ભાગીદારીના બિઝનેસથી ધનલાભ થશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. આવક વધી શકે છે. પરિવારમાં એકતા વધશે. લવ લાઇફ સુધરશે.

મકર

મકર રાશિના લોકોને માર્ગી બુધ વિશેષ લાભ કરાવે તેવી સંભાવના. નેતૃત્વની ક્ષમતા વધશે. અટકેલા કામ પૂરા થશે. ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. એક કરતાં વધુ સ્ત્રોતથી ધનની આવક વધશે. નોકરી કરતા લોકોને ઇચ્છિત ટ્રાન્સફર અથવા તો પ્રમોશન મળી શકે છે. આવકમાં જબરદસ્ત વધારો થવાના યોગ બની રહ્યા છે. વેપારીઓને પાર્ટનરશીપથી લાભ થશે. બેરોજગાર યુવાનોને રોજગારની તક મળશે. લવ લાઈફ સુધરશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles