fbpx
Tuesday, November 26, 2024

સૂકી ઉધરસ માટે આ ઘરેલું ઉપાય વધુ અસરકારક છે, તાત્કાલિક કરે છે અસર

વાતાવરણમાં ઠંડક પ્રસરે એટલે જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય તેમને તાવ, શરદી કે ઉધરસ ઝડપથી થઈ જાય છે. આ ત્રણ સમસ્યામાં ઉધરસ એવી તકલીફ છે જે એકવાર થાય પછી ઝડપથી મટતી નથી. ઉધરસમાં પણ બે પ્રકાર હોય છે કેટલાક લોકોને કફ સાથે ઉધરસ થાય છે તો કેટલાક લોકોને સૂકી ઉધરસ. વાતાવરણમાં ફેરફારના કારણે જો સુકી ઉધરસ થઈ જાય તો તે રાત્રે વધારે પરેશાન કરે છે. સૂકી ઉધરસ શરૂ થાય પછી ઝડપથી બંધ થતી નથી અને ઊંઘ પણ બગડે છે. 

ઘણીવાર ઉધરસ એટલી આવે કે પેટમાં અને પાંસળામાં દુખાવો થઈ જાય. સુકી ઉધરસ મટાડવા માટે દવાઓ પણ લેવામાં આવતી હોય છે પરંતુ ઘણા લોકોને દવાથી ઝડપથી અસર થતી નથી. જો તમે પણ સૂકી ઉધરસની સમસ્યાથી પરેશાન છો તો આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવ્યું. આ ઘરેલુ ઉપાય સૂકી ઉધરસ મટાડવા માટે અસરકારક છે. 

મધ 

સૂકી ઉધરસની સમસ્યામાં મધ રામબાણ ઈલાજ સાબિત થાય છે. મધ એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે જે ઉધરસ અને ગળાની બળતરાને મટાડે છે. તેના માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી મધ ઉમેરીને દિવસમાં બે થી ત્રણ વાર પીવાનું રાખો. 

આદુ 

સુકી ઉધરસની સમસ્યામાં આદુનું સેવન કરવું પણ ફાયદાકારક રહે છે. આદુમાં એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે જે સૂકી ઉધરસ અને ગળાની ખરાશની સમસ્યાને મટાડે છે. સુકી ઉધરસ થઈ હોય તો આદુનો ટુકડો મોઢામાં રાખવો. ધીરે ધીરે તેનો રસ ચૂસતા રહેવું. 

હળદર 

હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણ હોય છે જે સૂકી ઉધરસને મટાડવામાં મદદ કરે છે. ઉધરસ થઈ હોય તો રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પી લેવું તેનાથી ગળાનો સોજો પણ ઉતરશે અને રાત્રે ઉધરસમાં રાહત રહેશે. 

તુલસી અને કાળા મરી 

તુલસી અને કાળા મરી એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. સુકી ઉધરસ માટે એક ગ્લાસ પાણીમાં પાંચ થી છ તુલસીના પાન અને કાળા મરી ઉમેરી બરાબર ઉકાળો. પાણી અડધું બચે પછી તેને ગાળી અને તેમાં મધ ઉમેરી દિવસમાં બે વખત પીવો. 

આ ઉપાય કરવાની સાથે સૂકી ઉધરસમાં દિવસ દરમિયાન શક્ય હોય એટલી વાર હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને કોગળા કરવાનું રાખો. તેનાથી સુકી ઉધરસ ઝડપથી મળશે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles