fbpx
Monday, January 13, 2025

કયા સમયે ફણગાવેલા કઠોળ ખાવા સૌથી વધુ ફાયદાકારક છે? જાણો ફણગાવેલા કઠોળના ફાયદા

ફણગાવેલા કઠોળ જેને સ્પ્રાઉટસ પણ કહે છે તે પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક આહાર છે. કઠોળને પાણીમાં પલાળીને પછી તેને ફણગાવવામાં આવે છે. જ્યારે કઠોળ કે અનાજ અંકુરિત થઈ જાય તો તેમાં પોષક તત્વની માત્રા પણ વધી જાય છે. સ્પ્રાઉટસમાં પ્રોટીન, વિટામીન, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. ફણગાવેલા બીજ કે કઠોળ ખાવાથી શરીરને વધારે ફાયદા થાય છે. 

જોકે પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં સ્પ્રાઉટને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમકે કયા ફણગાવેલા અનાજ ખાવા જોઈએ, ફણગાવેલા અનાજને કયા સમયે ખાવા, સ્પ્રાઉટ કેટલી માત્રામાં ખાવાથી ફાયદો થાય વગેરે.. જો તમને આ અંગે જાણકારી ન હોય તો ચાલો તમને આ તમામ જાણકારી આપીએ. 

સ્પ્રાઉટ્સ કયા સમયે ખાઈ શકાય ?

સ્પ્રાઉટ્સ ખાવાનો સૌથી બેસ્ટ સમય છે સવારનો નાસ્તો. સવારના નાસ્તામાં સ્પ્રાઉટસ ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તેનાથી શરીર ઉર્જાથી ભરેલું રહે છે. સાથે જ પાચનતંત્રને સ્પ્રાઉટસમાં રહેલા પોષક તત્વોને પચાવવાનો સમય મળે છે.

આ સિવાય તમે બપોરના ભોજન પહેલા સલાટ સાથે સ્પ્રાઉટસ ખાઈ શકો છો. જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે જમ્યા પહેલા સ્પ્રાઉટસ ખાવા જોઈએ તેનાથી વધારે ખાવાની જરૂર પડતી નથી અને પેટ હળવું પણ રહે છે. 

સ્પ્રાઉટસને સાંજના સમયે નાસ્તામાં પણ ખાઈ શકાય છે. તેનાથી ભૂખ શાંત થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 

આ સિવાય સ્પ્રાઉટસ એક્સરસાઇઝ કર્યા પછી પણ ખાઈ શકાય છે. એક્સરસાઇઝ પછી સ્પ્રાઉટસ ખાવાથી શરીરને ફરીથી ઉર્જા મળે છે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે સ્નાયુને રિકવરી માટે ઉપયોગી સાબિત થાય છે. 

સ્પ્રાઉટ્સ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ

સ્પ્રાઉટમાં ફાઇબર વધારે હોય છે જે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. 

સ્પ્રાઉટસમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે તેને ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે પરિણામે વજન ઝડપથી ઉતરે છે. 

સ્પ્રાઉટસમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ વધારે માત્રામાં હોય છે સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. 

સ્પ્રાઉટ્સનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફણગાવેલા કઠોળ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તેનાથી સુગર સ્પાઇક થતું અટકે છે. 

સ્પ્રાઉટસમાં ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે તેનાથી બેડ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને બીપી પણ કંટ્રોલમાં રહે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles