fbpx
Monday, January 13, 2025

આ પરિસ્થિતિઓમાં અપમાન સહન કરવાથી તમે સારા વ્યક્તિ બની શકો છો

ગીતામાં ક્યારેય પોતાના આત્મ સન્માનને તકલીફ પહોંચાડીને અપમાન સહન કરવાનું શીખવાડવામાં નથી આવ્યું. પરંતુ શ્રીકૃષ્ણ જણાવે છે કે આ ત્રણ પરિસ્થિતિઓમાં અપમાન સહન કરવું એ તમને એક સારા વ્યક્તિ બનાવે છે. તેમનું કરેલું અપમાન ક્યારેય તમારા આત્મ સન્માનને ચોટ પહોંચાડવા માટે નથી હોતું. 

ગીતાના જ્ઞાને દરેક વ્યક્તિને તેના જીવનમાં ઉત્તમ બનવાની પ્રેરણા પૂરી પાડી છે. તે મનુષ્યોને તેમની કમીઓ પર વિજય મેળવવાનું શીખવાડે છે. ગીતા મુજબ જો કોઈ તમને અપમાન મહેસૂસ કરાવે તો સંયમ અને ક્ષમા ભાવથી તેનો મુકાબલો કરવો જોઈએ. ગીતામાં ક્યારેય પણ પોતાના આત્મ સન્માનને તકલીફ પહોંચાડીને અપમાન સહન કરવાનું શીખવાડવામાં થી આવ્યું પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં અપમાન સહન કરવું એ તમારા માટે સફળતાની સીડી બની શકે છે. શ્રીકૃષ્ણ જણાવે છે કે એવી ત્રણ પરિસ્થિતિઓમાં અપમાન સહન કરવું એ તમને એક સારા માણસ બનાવે છે. જાણો એ પરિસ્થિતિઓ વિશે…

અનેકવાર માતા પિતા ક્રોધમાં આવીને કે આપણને વધુ  પુશ કરવા માટે આપણું અપમાન કરે છે. ભગવદ્ ગીતા મુજબ વ્યક્તિએ માતા પિતા દ્વારા થયેલું અપમાન સહજ રીતે સહન કરી લેવું જોઈએ કારણ કે તેમણે કરેલું અપમાન ક્યારેય તમારા આત્મ સન્માનને ચોટ પહોંચાડવા માટે કરાયેલું હોતું નથી પરંતુ તેઓ તમને સંજોગો સામે લડતા શિખવાડવા માંગે છે, માતા પિતા દ્વારા કરાયેલું અપમાન શીખામણ તરીકે તમને જીવનમાં પરેશાનીઓ સામે લડતા શીખવાડે છે. અનેક લોકો માતા પિતાના અપમાનને મન પર લઈ લે છે અને તેમનાથી ગુસ્સે ભરાયેલા રહે છે પરંતુ આમ કરવું એ તમારા માટે યોગ્ય નહીં રહે. 

અનેકવાર શિક્ષક અને ગુરુ પણ ગુસ્સે ભરાઈને કે તમને સુધારવા માટે તમારું અપમાન કરે છે. પોતાના ગુરુ કે શિક્ષક દ્વારા થયેલું અપમાન પણ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર સહન કરી લેવું જોઈએ અને તેમને સામે બોલવું જોઈએ નહીં. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે માતા પિતા કે ગુરુના કડવા બોલ તમને જીવનની સચ્ચાઈઓ અને પરેશાનીઓથી પરિચિત કરાવે છે. તે બંનેની તમારા જીવનના માર્ગદર્શનમાં તથા ભવિષ્ય બનાવવામાં ખુબ મહત્વની ભૂમિકા રહે છે. આથી તેમની વાતોને ક્યારેય અપમાન તરીકે ન લો. પરંતુ તેમાં પણ સ્નેહ શોધવાનો પ્રયત્ન કરો. 

ભગવાનના મંદિરમાં જો તમારું અપમાન થાય તો ત્યાં કલેશ કે વાદ વિવાદ ન કરવો જોઈએ. ઉલ્ટું સંયમથી રહીને તેને હેન્ડલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભાગવદ્ ગીતા મુજબ દેવ સ્થાનો પર અપમાન સહન કરનારા અને વાદ વિવાદ ન કરનારાઓને દૈવી ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે કે દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. અહીં થનારા અપમાનને આત્મ સન્માન પર ચોટ ગણવાની જગ્યાએ એવું સમજો કે ભગવાન તમારી પરીક્ષા લઈ રહ્યા છે. જે તમારું અપમાન કરી રહ્યા છે તેઓ મંદિર આવવાનો હેતુ નથી સમજી શકતા અને તે શાંતિને પોતાના જીવનમાં સ્થાન નથી આપી શકતા પરંતુ તમારે તે પવિત્ર પરિવેશનું સન્માન કરવું જોઈએ. 

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles