જ્યોતિષ શાસ્ત્રમાં રુદ્રાક્ષને ખૂબ શક્તિશાળી રત્ન માનવામાં આવે છે. તેથી તે ઘણા લોકો ધારણ કરે છે. તેમને લાગે છે કે રુદ્રાક્ષ પહેરવાથી તેઓને ખૂબ ફાયદો થશે અને ઈશ્વરીય કૃપા રહેશે. પરંતુ, વિચાર્યા વગર રુદ્રાક્ષ ધારણ કરવું ક્યારેક મોટી મુશ્કેલીને આમંત્રણ આપી શકે છે. કારણ કે, તેને ધારણ કરતા પહેલા વ્યક્તિએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
રુદ્રાક્ષ એક પવિત્ર અને ખૂબ જ શક્તિશાળી રત્ન છે. તેનું અદ્ભુત વાઈબ્રેશન છે. તે તમારી સમગ્ર ઓરાને બદલાવી શકે છે. પરંતુ, જો તમે તેને પહેરતી વખતે કેટલીક સાવચેતી ન રાખો તો તે તમને બરબાદ પણ કરી શકે છે.
જો તમે રુદ્રાક્ષ પહેર્યું છે તો તે સમયે માંસનું સેવન ભૂલથી પણ ન કરો. તમારે શુદ્ધ શાકાહારી ભોજન જ કરવું. તમારે દારૂ, મદિરા અથવા કોઈપણ નશીલા પદાર્થથી સંપૂર્ણપણે દૂર રહેવું. માંસાહાર અને મદિરાપાનથી રુદ્રાક્ષનું સકારાત્મક સ્પંદન નકારાત્મક બની જાય છે, જે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ક્યારેય પણ તે પહેર્યા પછી બીજા લોકોની ચુગલી ન કરવી, બીજા લોકોની નિંદા ન કરવી, અન્ય લોકો વિશે ખોટું ન બોલવું અને ગાળોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. આમ કરવાથી તમારું માનસિક સંતુલન બગડી શકે છે. રુદ્રાક્ષ ધારણ કર્યા પછી વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ અને પોતાની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, સૂર્ય ઉગે તે પહેલાં જ ઉઠવું જોઈએ. એક ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ખાસ કરીને જે પુરુષો રુદ્રાક્ષ પહેરે છે તેમણે સ્ત્રીઓને ખૂબ માન આપવું જોઈએ. કારણ કે જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે, ત્યાં મહાદેવ ખૂબ જ ક્રોધિત થાય છે. પત્ની, બહેન અથવા કોઈપણ સ્ત્રીને પૂરું માન આપવો જોઈએ. ખરાબ નજરથી તો ભૂલથી પણ જોવું જોઈએ નહીં.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)