નાનકડા નટુને તેના પપ્પાએ એક કવર આપ્યું.
એમાં એક ચિઠ્ઠી હતી, અને ઉપર બાજુની સોસાયટીમાં રહેતા
જીવણલાલ જોશીનું નામ સરનામું લખ્યું હતું.
પપ્પાએ કહ્યું : ‘તું સ્કુલે જાય ત્યારે આ કવર અંકલને આપતો જજે.’
પણ નટુ આપવાનું ભૂલી ગયો. પછી સ્કુલમાં એ કવર ખોવાઈ ગયું હવે ?
છેવટે નટુએ એક કોરું કવર લીધું,
એમાં કોરો કાગળ મુક્યો અને નિશાળેથી પાછા ફરતા
જીવણલાલ જોશીના ઘરે જઈને એમના હાથમાં કવર આપતા કહ્યું :
‘મારા પપ્પાએ ચિઠ્ઠી મોકલી છે.’
જીવણલાલે કવર જોઇને કહ્યું : ‘અલ્યા નટુ,
તારા પપ્પા કવર પર મારું નામ લખવાનું જ ભૂલી ગયા ? અને
કવર બંધ કરવાનુય ભૂલી ગયા !’
નટુએ કહ્યું : ‘ખોલીને જોઇ લો અંકલ,
અંદર કાગળમાં ચિઠ્ઠી લખી છે કે એ ય ભૂલી ગયા છે ?’
😅😝😂😜🤣🤪

બન્ટી, ચિન્ટુ અને મોન્ટુ ક્રિકેટ રમીને ઘરમાં આવ્યા એટલે
ઘરે આવેલા મહેમાને તેમને પૂછ્યું : ‘વાહ,
તમે ક્રિકેટ રમો છો ? તમારે મોટા થઈને શું બનવું છે ?’
બન્ટી કહે, મારે તો બેટ્સમેન બનવું છે,
ચિન્ટુ કહે, હું તો બોલર બનવાનો.
પણ મોન્ટુ કહે, મારે તપ એમ્પાયર બનવું છે.’
‘કેમ ?’
‘દોડાદોડી કાર્ય વિના ઊભા ઊભા મફતમાં મેચ જોવા મળે,
ખોટા ખોટા ઓર્ડર છોડવા મળે, અને મફતમાં ઠંડુ પીવા મળે !’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)