વધતી ઉંમરે વાળ સફેદ થાય તે એકદમ સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક કારણોસર નાની ઉંમરમાં વાળમાં સફેદી દેખાવા લાગે છે. વાળ જ્યારે સફેદ થવા લાગે તો ચિંતા થાય તે સ્વાભાવિક છે. એવી તો કોઈ જાદુઈ દવા નથી જે સફેદ થતાં વાળને કાળા કરી દે. પરંતુ તમે તમારા આહારમાં કેટલીક પૌષ્ટિક વસ્તુઓને સામેલ કરો તો વાળનું સ્વાસ્થ્ય સુધરી શકે છે અને સફેદ વાળનો ગ્રોથ અટકી શકે છે. આજે તમને એવી જ એક વસ્તુ વિશે જણાવીએ.
જો વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા હોય તો સફેદ વાળની સ્પીડ ઘટાડવી હોય તો એટલે કે સફેદ વાળનો ગ્રોથ સ્લો કરવો હોય તો નિયમિત બીટનો રસ પીવાનું રાખો. નિયમિત બીટનો રસ પીવાથી વાળમાં વધતી સફેદી અટકી જાય છે. રોજ બીટનો રસ પીવાથી શરીરમાં અન્ય ફેરફાર પણ જોવા મળે છે. આજે તમને બીટનો રસ પીવાથી થતા ફાયદા વિશે જણાવીએ
બીટનો રસ પીવાથી થતા લાભ
બીટમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે કોલેજન પ્રોડક્શન વધારે છે. તેના કારણે વાળ મજબૂત થાય છે વાળ સફેદ થતાં અટકે છે અને વાળની ખરવાની સમસ્યા ઘટી જાય છે.
બીટનો રસ પીવાથી લીવરને પણ ફાયદો થાય છે. બીટનો રસ લીવરને ઓક્સિડેટીવ ડેમેજથી બચાવે છે. બીટનો રસ પીવાથી લીવરમાં સોજો આવતો નથી.
બીટનો રસ પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટની હેલ્થ પર પણ સકારાત્મક અસર જોવા મળે છે.
બીટનો રસ પીવાથી ત્વચા પર પણ ફેરફાર જોવા મળે છે. નિયમિત બીટનો રસ પીવાથી ત્વચા વધારે સાફ અને હેલ્ધી દેખાય છે તેનાથી ત્વચા પર નિખાર વધે છે.
બીટમાં એવા તત્વો હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. નિયમિત બીટનો રસ પીવાથી આર્ટરીઝમાં કોલેસ્ટ્રોલ જામતું અટકે છે. જેના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઘટે છે.
જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે પણ બીટનો રસ ફાયદાકારક છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)