ઈસુ એક વાર ફરતા ફરતા ધરતી પર આવી પહોચ્યા.
એક દારૂના બાર માં દાખલ થઈને જુએ છે તો એક ખૂણામાં
એક માણસ માથું પકડીને બેઠો છે.
ઈસુએ તેને પૂછ્યું : ‘શું છે, કેમ આમ ઉદાસ બેઠો છે ?’
પેલાએ કહ્યું : ‘જવા દો ને યાર મારી આંખો દહાડે દહાડે ખરાબ થતી જાય છે.
કેટલીય દવાઓ કરી છતાં જેમ જેમ સમય જાય છે
તેમ તેમ હું આંધળો થતો જાઉં છું.’
ઈસુએ કહ્યું : ‘એક મિનિટ અહી આવ’ એમ કહીને ઈસુએ એની આંખો પર
હાથ ફેરવ્યો… અને ચમત્કાર ! પેલો દેખતો થઇ ગયો ! એ તો કૂદાકૂદ કરવા લાગ્યો.
ઈસુ આગળ વધ્યા. અહી એક બહેરા કાકા બેઠા હતા.
ઈસુએ એના કાન પર હાથ લગાડ્યો ત્યાં તો એ સાંભળતા થઇ ગયા.
બારમાં તો ચકચાર મચી ગઈ.
બીજા ખૂણે ખુરશીમાં બેસીને એક લંગડો ક્યારનો આ બધું જોયા કરતો હતો.
ઈસુએ એની તરફ જોયું અને તેને મદદ કરવા હજી આગળ વધ્યા
ત્યાં તો પેલાએ ચીસ પાડી, ‘ઓ પ્રભુ ! મારાથી આઘા જ રહેજો !’
‘કેમ ?’ ઈસુને નવાઈ લાગી.
‘કારણ કે મને બે દહાડા પહેલા જ અપંગોના કવોટામાં સરકારી નોકરી મળી છે !’
😅😝😂😜🤣🤪
એક ક્રિકેટરે એના દીકરાને એક વાર એટલો બધો
ખખડાવ્યો કે એ ઘરમાંથી બહાર જતો રહ્યો.
છેક સાંજ સુધી પાછો જ ન આવ્યો એટલે
ક્રિકેટરે શોધખોળ કરવા માંડી.
છતાં છોકરાનો પત્તો નાં મળ્યો.
છેવટે રાતના જમવાના ટાઈમે છોકરો પાછો આવ્યો.
એને જોતા જ ક્રિકેટરે પૂછ્યું : ‘ક્યાં જતો રહ્યો હતો ?’
‘બાઉન્ડ્રીની બહાર….’ છોકરાએ શાંતિથી કહ્યું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)