fbpx
Sunday, January 12, 2025

બ્રિસ્ક વોક કરવાથી મળશે અદ્ભુત ફાયદા, જાણો ફાયદા

હૃદય અને મગજને સ્વસ્થ રાખવા માટે દરરોજ થોડી મિનિટ માટે બ્રિસ્ક વોક કરવું જરુરી છે. વજન ઘટાડવા માટે પણ બ્રિસ્ક વોક ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે બ્રિસ્ક વોકના કેટલાક લાભ વિશે જાણીએ.

આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી બધું જ બદલાય ગયું છે. તેનાથી ફાયદાને બદલે નુકસાન થઈ રહ્યું છે. સ્થૂળતા વધી રહી છે, આરોગ્યને લગતી સમસ્યાઓ તેમજ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓ સામાન્ય બની ગઈ છે.

જો તમે પણ લાંબા સમય માટે ફિટ અને હેલ્ધી રહેવા માંગો છો તો આના માટે વર્કઆઉટને તમારી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવો. તો ચાલો આજે જાણીએ બ્રિસ્ક વોક એટલે શું અને તેના સ્વાસ્થ લાભો શું છે.

જ્યારે તમે ન તો ધીમેથી કે ખૂબ ઝડપથી ચાલતા હોવ, તેને બ્રિસ્ક વોક કહેવામાં આવે છે. આ રીતે વોક કરવાથી થાક પણ લાગતો નથી અને લાંબા સમય સુધી વોક કરી શકો છો. ફિટનેસ માટે દરરોજ 30 મિનિટ બ્રિસ્ક વોક જરુરી છે. જેનાથી શરીરમાં ફિટનેસ રહે છે.

દરરોજ બ્રિસ્ક વોક કરવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.આટલું જ નહિં બ્રિસ્ક વોક કરવાથી બ્લડમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ખૂબ અસરકારક સાબિત થાય છે. એટલા માટે દરરોજ તમારે 30 મિનિટ બ્રિસ્ક વોક કરવું જોઈએ.

જે લોકોને ભૂલવાની સમસ્યા છે. તેમણે બ્રિસ્ક વોક કરવું જરુરી છે. દરરોજ બ્રિસ્ક વોક કરવાથી મગજ સ્વસ્થ રહે છે અને મેન્ટલ હેલ્થમાં પણ સુધારો આવે છે. તેમજ ઊંઘ પણ સારી આવે છે.

દરરોજ બ્રિસ્ક વોક કરવાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે. હાઈ બ્લડ પ્રશેર પણ કંટ્રોલમાં રહેશે. જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે. બીપીનું સીધું કનેક્શન તમારા હાર્ટ સાથે હોય છે. એટલા માટે દરરોજ થોડી મિનિટનું વોક જરુરી છે. બ્રિસ્ક વોક વજન ધટાડવામાં મદદ કરે છે. આ એક કાર્ડિઓ એક્સરસાઈઝ છે. સ્થુળતા ધટાડવામાં પણ મદદ કરે છે. બ્રિસ્ક વોકથી મોટીમાત્રામાં કેલરી બર્ન થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles