fbpx
Monday, January 13, 2025

ગ્રહોના રાજકુમાર આ રાશિના જાતકોને કરાવશે છપ્પરફાડ ધનલાભ, ધનના થશે ઢગલા ઢગલા

સપ્ટેમ્બર મહિનામાં અનેક મહત્વપૂર્ણ ગોચર થવાના છે અને તેમા બુધનું ગોચર વિશેષ છે. સપ્ટેમ્બર 2024માં બુધ બે વાર રાશિ પરિવર્તન કરશે. 4 સપ્ટેમ્બરે બુધ ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધનો સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ આ રાશિવાળા માટે અદભૂત અને શુભ ફળદાયી રહેશે. જાણો આ  ભાગ્યશાળી રાશિઓ વિશે. 

વૃષભ 

વૃષભ રાશિવાળા માટે બુધનું ગોચર જમીન મકાન સંબંધિત કાર્યોમાં ખાસ લાભ કરાવશે. આ જાતકોને સરકારી તંત્રથી ફાયદો થશે. આવકમાં વધારો થશે. કરિયરમાં પ્રગતિ થશે. માતા પિતાનું સુખ મળશે. વધુ લાભ માટે બુધનો મંત્ર-  ‘ॐ ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम:’ નો જાપ કરો. 

મિથુન 

મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. બુધનું આ ગોચર મિથુન રાશિવાળા માટે લાભકારી રહેશે. આ જાતકોને યશ મળશે. પ્રગતિ મળશે. તમારી મહેનતનું ફળ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરિજનો સાથે સંબંધ સારા રહેશે. 

કર્ક 

કર્ક રાશિવાળા માટે બુધનું રાશિ પરિવર્તન વેપારમાં ફાયદો કરાવશે. આ લોકોનો બિઝનેસ ખુબ સારો ચાલશે અને તેનાથી તમને તગડો લાભ થશે. લેખન સાથે જોડાયેલા લોકો પોતાની કલમની તાકાતથી ખુબ નામ કમાશે. 

સિંહ 

બુધ ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મહેનતનું ફળ મેળવવાનો સમય છે. આ સમય દરમિયાન તમે શ્રમ પણ કરશો અને તેના બદલે ખુબ લાભ પણ મેળવશો. સિંહ રાશિની મહિલાઓ માટે સારો સમય છે. કરિયરમાં પ્રગતિ થશે. વધુ લાભ મેળવવા માટે લીલા રંગની ચીજોનું દાન કરો. 

વૃશ્ચિક 

બુધનું ગોચર વૃશ્ચિક રાશિવાળા માટે કરિયરમાં લાભ કરાવશે. વર્ક પ્લેસ પર સમય સારો ચાલશે. તમે ખુશી અને સંતોષ મહેસૂસ કરશો. જીવનમાં સુખ અને સુવિધાઓ વધશે. વધુ  લાભ માટે મંદિરમાં માટીનો ઘડો દાન કરો. 

મકર 

મકર રાશિવાળા માટે બુધનો ગોચર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સારું રહેશે. તમે બૌદ્ધિક સ્તર પર મજબૂત થશો અને તેનાથી તમે યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. તમને વેપારમાં ખુબ લાભ થશે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles