fbpx
Wednesday, October 30, 2024

ભૂલથી પણ આ વસ્તુઓને ફ્રીજમાં ન રાખવી જોઈએ

ફ્રિઝમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ આ સવાલ હંમેશા સૌના મનમાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે, એવી વસ્તુઓ જે ક્યારેય ફ્રીઝમાં સ્ટોર ન કરતા. તો ચાલો જાણીએ કઈ વસ્તુ ફ્રીઝમાં રાખવી અને કઈ વસ્તુ ન રાખવી.

ફ્રિઝ આજે સૌ કોઈના ઘરમાં જોવા મળે છે, ઉનાળાની ઋતુમાં ફ્રિઝનો ઉપયોગ વધી જાય છે. પરંતુ કેટલાક લોકો ફ્રિઝમાં એવી વસ્તુઓ રાખે છે, જેના કારણે તે સામાન તો ખરાબ થાય છે.

ફ્રીઝમાં રાખેલો અન્ય સામાન પણ ખરાબ થવા લાગે છે. કેટલાક ફળ અને શાકભાજી એવા હોય છે. જેને ફ્રીઝમાં રાખવાથી તે જલ્દી ખરાબ થઈ જાય છે. જે લોકોને એ ખબર નથી કે,ફ્રીઝમાં શું રાખવું જોઈએ અને શું નહિ , ફ્રીઝમાં શું રાખવું નહિ તેના વિશે આજે આપણે વાત કરીશું.

પોષક તત્વોથી ભરપુર કેળાને ફ્રીઝમાં રાખવાની લોકો ભૂલ કરતા હોય છે પરંતુ કેળાને ક્યારે પણ ફ્રીઝમાં રાખવા નહિ, ફ્રીઝમાં કેળા રાખવાથી કેળા કાળા પડી જાય છે. એટલા માટે જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો આજે જ છોડી દેજો.

લસણને પણ ફ્રિઝમાં રાખવું જોઈએ નહિ, તેની સુગંધ દુધ અને દહિંમાં આવી શકે છે. જ્યારે તમે આ દુધમાંથી ચા કે કોફી બનાવજો તો તેમાં લસણની સુગંધ આવી જશે. જો તમારે લસણને ફ્રીઝમાં રાખવું છે તો કોઈ ડબ્બામાં પેક કરીને રાખો.

ઉનાળાની ઋતુમાં સાકર ટેટી સ્વાસ્થ માટે સારી માનવામાં આવે છે. શરીરને ડિહાઈડ્રેશનથી પણ બચાવે છે. જો તમે પણ સાકર ટેટીને ફ્રીઝમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો. તો આ ભૂલ આજે જ બંધ કરી દેજો, સાકર ટેટીની સુંગધ તમારા ફ્રીઝમાં રાખેલી બધી વસ્તુઓમાં આવી જશે.

કેટલાક લોકો ફ્રિઝમાં બ્રેડ પણ રાખે છે.કારણ કે, લાંબા સમય સુધી સારી રહી પરંતુ રિયલમાં બ્રેડને ફ્રિઝમાં રાખવી જોઈએ નહિ, ફ્રિઝમાં બ્રેડ રાખવાથી બ્રેડ કડક થઈ જાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles