જો શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ હોય તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે. અહીં પણ આવા જ એક વિટામિનની ઉણપ અને તેના સ્ત્રોતો વિશે ચર્ચા કરવામાં આવી રહી છે શરીરીમાં ઉણપ હોય તો ત્વચા પીળી પડવા લાગે, વજન ઘટવા લાગે, વારંવાર ભૂખ લાગવી, ઉલ્ટી જેવું થવું, હાથ-પગમાં કળતર (ખાલી ચડવી) અને તે જ સમયે હાથ અને પગ પણ સમયે સમયે સુન્ન થઈ જાય છે.
સારું સ્વાસ્થ્ય જાળવવા માટે પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ખાવી જરૂરી છે. સ્વાસ્થ્ય જાળવવા માટે વિટામિન્સ પણ જરૂરી છે અને આવું જ એક ફાયદાકારક વિટામિન વિટામિન B12 છે. આ વિટામિનને કોબાલામીન પણ કહેવાય છે.
જો શરીરમાં વિટામીન B12ની ઉણપ હોય તો ત્વચા પીળી પડવા લાગે, વજન ઘટવા લાગે, વારંવાર ભૂખ લાગવી, ઉલ્ટી જેવું થવું, હાથ-પગમાં કળતર (ખાલી ચડવી) અને તે જ સમયે હાથ અને પગ પણ સમયે સમયે સુન્ન થઈ જાય છે. આવી સ્થિતિમાં, સમસ્યા વધે તે પહેલા વિટામિન B12ની ઉણપને દૂર કરવી મહત્વપૂર્ણ છે. અહીં કેટલીક એવી ખાદ્ય વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જે વિટામિન B12ની ઉણપને દૂર કરી શકે છે.
વિટામિન B12ના આ તત્વોમાંથી મળશે
દૂધ
દૂધને વિટામિન B12નો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. દૂધમાંથી શરીરને માત્ર વિટામીન B12 જ નહીં પરંતુ સારી માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડી પણ મળે છે.
ફોર્ટિફાઇડ અનાજ
વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે ફોર્ટિફાઇડ અનાજ પણ ખાઈ શકાય છે. આ અનાજ ખાવાથી શરીરને વિટામીન B12 ભરપૂર માત્રામાં મળે છે. ફોર્ટિફાઇડ ખોરાક પણ વીગન લોકો માટે સારો વિકલ્પ છે.
દહીં
આહારમાં દહીંનો સમાવેશ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં ખાવાથી શરીરને વિટામિન B12, વિટામિન D અને પ્રોબાયોટિક્સ પણ મળે છે જે સ્વાસ્થ્ય માટે સારું છે.
નોન વેજીટેરીયન ફ્રૂડ
માછલી
માછલીમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. એક કપ અથવા 150 ગ્રામ સારડીનમાં 554 ટકા વિટામિન B12 હોય છે.
ઇંડા
ઈંડાની ગણતરી વિટામિન B12ના સ્ત્રોતોમાં પણ થાય છે. ઈંડાને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે. આનાથી શરીરને વિટામિન B12 અને વિટામિન B2 સારી માત્રામાં મળે છે.
ચિકન
ચિકનમાં વિટામિન B12 પણ હોય છે. 75 ગ્રામ ચિકનમાંથી શરીરને 0.3 માઇક્રોગ્રામ વિટામિન બી12 મળે છે. આવી સ્થિતિમાં વિટામિન B12 મેળવવા માટે ચિકન પણ ખાઈ શકાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)