વૈદિક જ્યોતિષ અનુસાર 18 વર્ષ બાદ કન્યા રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય, ધનના દાતા શુક્ર અને છાયા ગ્રહ કેતુની યુતિ બનવા જઈ રહી છે. હકીકતમાં સૂર્ય 18 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે, જ્યાં પહેલાથી શુક્ર અને કેતુ સ્થિત છે. તેવામાં આ ત્રણેય ગ્રહોના નજીક આવવાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોને માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
મેષ
તમારા લોકો માટે સૂર્ય, શુક્ર અને કેતુની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાન પર બનવા જઈ રહી છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે નોકરી કરનાર જાતકોના અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સારા સંબંધ રહેશે અને કરિયરમાં પ્રગતિનો યોગ પણ બની રહ્યો છે. આ દરમિયાન તમને કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. આ સમયે તમે બચત કરવામાં સફળ થશો. તમને રોકાણથી પણ લાભ થશે.
સિંહ
તમારા માટે ત્રિગ્રહી યોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ધન અને વાણી સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈશ કે છે. નોકરી કરનાર જાતકોની આ દરમિયાન પ્રગતિ થઈ શકે છે. આ દરમિયાન તમારા કમ્યુનિકેશનમાં સુધાર થશે. જેનાથી લોકો તમારાથી પ્રભાવિત થશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ સમયમાં તમે વિચારેલી યોજનાઓ પણ સફળ થશે.
કન્યા
ત્રિગ્રહી યોગનું બનવું કન્યા રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવી શકે છે. સાથે ધાર્મિક કાર્યો કરવાથી સમાજમાં તમારૂ માન સન્માન વધશે અને આર્થિક સમસ્યા દૂર થશે. આ દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં સુધાર થશે. જે લોકો પરીણિત છે તેનું લગ્ન જીવન ખુશીઓથી ભરેલું રહેશે. નોકરી કરનાર જાતકોનો ઓફિસમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંબંધ સારો રહેશે. આ દરમિયાન તમને પ્રમોશન પણ મળી શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)