fbpx
Sunday, January 12, 2025

સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું વિશેષ સ્થાન છે. સૂર્ય દેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ ગોચરનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. સૂર્ય દેવ 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે. જાણો આ ગોચર કઈ રાશિ માટે શુભ છે.

કન્યા રાશિમાં ગોચર કરશે સૂર્ય

સૂર્ય દેવ 16 સપ્ટેમ્બરે સાંજે 7:52 કલાકે સિંહ રાશિમાંથી નિકળી કન્યા રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં સૂર્ય દેવ 16 ઓક્ટોબર સુધી રહેશે. ખાસ વાત છે કે તે સૂર્ય દેવના મિત્ર ગ્રહની રાશિ છે. વ્યક્તિની કુંડળીમાં સૂર્ય સારા સ્વાસ્થ્ય, પ્રસિદ્ધિ, નામ, સરકારી નોકરી, સફળતા, ઉચ્ચ પદના કારક હોય છે. તે દરેક રાશિમાં લગભગ એક મહિના સુધી બિરાજમાન રહે છે. 

જ્યોતિષમાં સૂર્યને આત્માકારક ગ્રહ કહેવામાં આવે છે. તેના પ્રભાવથી આત્મવિશ્વાસ વધે છે. પિતા, અધિકારી અને શાસકીય મામલામાં સફળતા પણ સૂર્યના શુભ પ્રભાવથી મળે છે. 

ચાર રાશિઓ માટે ફાયદાકારક

સૂર્યના શુભ પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિનો યોગ બને છે અને લીડરશીપ કરવાની તક પણ મળે છે. વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના જાતકોની નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. સંપત્તિ અને આર્થિક મામલામાં ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે. ભાગ્યનો સાથ મળી શકે છે. પારિવારિક મામલા માટે પણ સમય શુભ કહી શકાય છે. આ ચાર રાશિઓ પર વર્તમાન અશુભ ગ્રહ સ્થિતિનો પ્રભાવ પડશે નહીં.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles