fbpx
Sunday, January 12, 2025

શું કરવાથી વિઘ્નહર્તા થાય છે પ્રસન્ન? જાણો શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ઉત્સવ

દરેક સતકાર્યોમાં ગણેશજીને સૌથી અગ્ર ગણવામાં આવે છે. દરેક સતકાર્યોમાં સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી કાર્ય શુભ રહે છે. જોકે, ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિની પૂજાનું વિશેષ મહત્મય છે. ગણેશ પર્વમાં ગણપતિથી પૂજાથી થાય છે વિશેષ ફળની પ્રાપ્તિ. જાણો કઈ રીતે પૂજાથી થાય છે વિશેષ ફળની પ્રાપ્તિ.

ગણેશ પર્વમાં કઈ રીતે કરવી જોઈએ ગણપતિની પૂજાઃ

ગણેશ ઉત્સવ ઉજવવા પાછળનું સાચું કારણ જણાવતા જાણીતા જ્યોતિષીએ જણાવ્યું કે ગણેશજીની પ્રિય વસ્તુઓ  અને મહિમા જાણી  ગણેશજીને રિઝવવા આ ચીજોના ઉપયોગ થી ગણેશ જી ની પૂજા કરશો તો ગણેશજી જરૂર પ્રસન્ન થશે

ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ ના દિવસે ઉજવવા માં આવે છે-

ગણેશ ચતુર્થી પર્વ માં ભક્તો દ્વારા ગણેશ સ્થાપના 7 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
ગણેશ ચતુર્થી એ સ્થાપના માટેના સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત 7 સપ્ટેમ્બર શનિવાર  સાંજે 5.37 મિનિટ સુધી જ રહેશે કારણ ત્યાં સુધીજ ચોથ તિથિ રહેશે

શુભ મુહર્ત-

સવારે 7-58થી બપોરે 9-31 મિનિટ
બપોરે 12:37 થી 2-10 સુધી તેમજ 
સાજે 3-43 થી 5-17 

ગણેશ પર્વ 10 દિવસ ઉજવાશે અને અનંત ચૌદસ 17 સપ્ટેમ્બ ના રોજ ગણેશ વિસર્જન કરાશે  આમ 10 દિવસ  ગણશ જી ની પૂજા અર્ચના થશે અને પછી આશીર્વાદ લઈ તેમની વિદાય થશે. 

સતિયુગ માં ભગવાન ગણેશજી નું પ્રાગટ્ય  ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે માતા પાર્વતી દ્વારા  થયુ હતુ  

જે કાર્ય ના આશય થી ગણેશજી ની સ્થાપના કરવામાં આવે તે આશય માટે સંકલ્પ કરી ગણેશ મહોત્સવ માં પૂજા શરૂ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને પૂજા ફળે છે 

આથી આ દિવસથી ગણેશજીનું પર્વ શરૂ કરવાનું મહત્વ છે ગણેશ ચતુર્થી થી અનંત ચૌદશ સુધી આ પર્વે  સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ગણેશજીની સ્થાપના કરી જે પૂજન અર્ચન કરે છે તેના  તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દુર થાય  છે બુદ્ધિ અને સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે એવો લાખો ભક્તો નો અનુભવ છે 

ગણેશ ચતુર્થી મહત્વ આ ચાર મુખ્ય ઘટનાઓને કારણે છે અને તેથી જ ગણેશ ઉત્સવ ઉજવાય છે 

૧) ગણેશજીનું પ્રાગટ્ય માતા પાર્વતીએ આ દિવસે પોતાના શરીરના મેલ કાચી માટી અને ભગવાન શિવ દ્વારા આપેલ મંત્ર દ્વારા કર્યું હતું ભગવાન ગણેશ નું પ્રથમ નામ વિનાયક હતું 

૨) કહેવાય છે કે યોગા નું યોગ આજ દિવસે વિનાયક ને  ભગવાન શીવે હાથીનું મસ્તક લગાવી સજીવન કર્યા હતા અને ગણેશ નામ અપાયું હતું 
 
3) ગણેશ ચતુર્થી થી ચૌદસ સુધી ૧૦ દિવસ  ગણેશજીએ  મહાભારત ગ્રંથ ની રચના વેદવ્યાસ જી સાથે કરી હતી  તેથી ગણેશ ઉત્સવ મનાવાય છે

ગણેશ ચતુર્થીએ સ્થાપના કરી-
અનંત ચૌદશ સુધી સાચી ભક્તિ અને શ્રદ્ધાથી  જે પૂજન અર્ચન કરે છે તેના તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દુર થાય છે વર્ષ પરિયંત કાર્ય સફળતા મળે છે  સુખ શાંતિ મળે છે 

શાસ્ત્રો અનુસાર ગણેશ ચતુર્થી એ માટીના ગણપતિ ની સ્થાપના કરવાનો જ સાચો મહિમા છે અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે 

ગણેશ પરિવાર
પિતા- ભગવાન શિવ
માતા- ભગવતી ઉમા 
ભાઈ- શ્રી કાર્તિકેય
બહેન- ઓખા
પત્ની- ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ 
પુત્ર-  ૧. શુભ ૨. લાભ

ગણેશ જી ની પત્ની કોણ હતા ?

શાસ્ત્ર અનુસાર દેવતાઓના શિલ્પી વિશ્વકર્માજી ની બે કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિ  શ્રી ગણેશજી ની પત્નીઓ છે  સિદ્ધિએ લાભને અને રિદ્ધિ એ શુભ ને જન્મ આપ્યો હતો 

ગણેશ પૂજાની પ્રિય સામગ્રી-

જેના દ્વારા ગણેશજીની પૂજા કરતા ગણેશજી શિગ્ર પ્રસન્ન થાય છે

પ્રિય પ્રસાદ  (મિષ્ઠાન્ન)-અનેક પ્રકારના મોદક, ચુરમાના લાડુ અને ગોળ 
પ્રિય પુષ્પ- લાલ પીળા રંગનાં જાસૂદ  ,ગુલાબ , હજારીગલ ના ગલગોટા 
પ્રિય વનસ્પતિ – દુર્વા – ધરો શમી-પત્ર
ગણેશ પૂજન માં તુલસી નો ઉપયોગ ના કરવો
ગણેશજી – જલ તત્વનાં અધિપતિ છે અને ગંગાજળ  મિશ્રિત જળ થી સ્નાન ખુબ પ્રિય છે

ગણેશ સ્થાપન પાસે જલ ભરેલ કળશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે 

ગણેશજી – બુધ અને કેતુ ગ્રહના
અધિપતિ છે

ગણેશજીના  અસ્ત્ર-

પ્રમુખ અસ્ત્ર-  પાશ, અંકુશ,અને પરશુ છે

ગણેશજીના અન્ય શણગારમાં શંખ, કમળ, પુષ્પ,  ચક્ર,  ગદા અને નાગ છે 

ઉપરોક્ત ગણેશજીની ચીજો સામગ્રીઓ દ્વારા આ 10 દિવસમાં યથાશક્તિ ગણેશ પૂજન કરવાથી
જીવનના દૂર થાય છે અને ધન સમૃદ્ધિ એશ્વર્ય અને કાર્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભ અને મંગલ પ્રસંગ આવે છે

ગણેશ પ્રિય મંત્રો-

1) ઓમ ગં ગણપતયે નમઃ
2) ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્
3) ઓમ ગં ગણપતયે સર્વ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા 
4) ઓમ ગ્લૌમ  ગં ગણપતયે નમઃ

ગણેશ પર્વ દરમિયાન- ગણેશજીના કલ્યાણકારી ૧૨ નામ રૂપી મંત્ર જાપ નિત્ય કરવાથી વિઘ્નો દૂર રહે છે

સુમુખ: ઓમ સુમુખાય નમઃ,
એકદંત :ઓમ એકદંતાય નમઃ,
કપિલ :ઓમ કપિલાય નમઃ,
ગજકર્ણક: ઓમ ગજકણકાય નમઃ, 
લંબોદર: ઓમ લાંબોદરાય નમઃ,
વિકટ: ઓમ વિકટાય નમઃ,
વિઘ્નહર્તા: ઓમ વિઘ્નહર્તા નમઃ,
વિનાયક: ઓમ વિનાયકાય નમઃ,
ધૂમ્રકેતુ: ઓમ ધુમ્રકેતવે નમઃ,
ગણાધ્યક્ષ: ઓમ ગણાધ્યક્ષ્યાય નમઃ, 
ભાલચંદ્ર: ઓમ ભાલચંદ્રય નમઃ, 
ગજાનન: ઓમ ગજાનનાય નમઃ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles