fbpx
Sunday, November 24, 2024

કપૂર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, જાણો કપૂરના ફાયદાઓ વિશે

શું તમે જાણો છો કે કપૂર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે? અને શું તે શરીરની ઘણી સમસ્યાઓને ચપટીમાં દૂર કરી શકે છે? તો ચાલો આજે આપણે કપૂરના ફાયદા વિશે જાણીએ.

હિંદુ ધર્મમાં ઘરમાં પુજા દરમિયાન કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કપૂરમાં એન્ટીઓક્સીડન્ટ્સ, ડીકોન્જેસ્ટન્ટ, લીનાલૂલ, પીનેન બી-પીનીન, ડી કેમ્ફોર, લેમોનેન, સેબીનેન જેવા ગુણો હોય છે.

તો ચાલો આજે આપણે જાણીએ કપૂરના સ્વાસ્થ લાભો કેટલા છે.

પુજા પાઠમાં ઉપયોગ કરવામાં આવતું કપૂર ઘરની ઉર્જાઓ સકારાત્મક રાખે છે તેમજ અનેક બીમારીઓથી બચાવવાનું પણ કામ કરે છે. આજે અમે તમને જણાવીશું કે, કપૂરથી અનેક સ્વાસ્થ લાભો પણ મળે છે.

કપૂરનો ઉપયોગ શ્વાસ લેવાની સમસ્યાઓ સાથે જોડાયેલી પરેશાનીઓમાંથી પણ રાહત આપે છે. જેનાથી ફેફસાનું ઈન્ફેક્શન ઓછું થઈ શકે છે. આ સિવાય કપૂર કોઈ ઈજા થઈ હોય તે જગ્યા પર લગાવવાથી પણ રાહત મળે છે. માંસપેશિઓ અને સાંઘા સાથે જોડાયેલ દુખાવામાંથી પણ કપૂરથી રાહત મળે છે.

જો તમારા માથામાં ખંજવાળ આવી રહી છે તો તમે નારિયળના તેલમાં કપૂર મિક્સ કરી માલિશ કરવાથી પણ રાહત મળે છે. લો બ્લ્ડ પ્રશેરમાં પણ કપૂર મદદગાર સાબિત થાય છે.

કપૂર ત્વચા સબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત આપે છે. કપૂરને ગરમ પાણીમાં નાંખી રુની મદદથી ફાટેલી એડીઓમાં લગાવવાથી પણ રાહત મળે છે જેનાથી પગની એડી મુલાયમ રહેછે. તેમજ કપૂરનો ઉપયોગ પિગમિટેશનથી છુટકારો મેળવવા માટે પણ કરવામાં આવે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles