હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનના દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે જે લોકો પર મા લક્ષ્મીની કૃપા હોય છે તેમને જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. મા લક્ષ્મીને ધનસુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ત્યારે જ જો કોઈ વ્યક્તિથી મા લક્ષ્મી નારાજ થઈ જાય તો તો તેને કંગાળ કરી દે છે આ સાથે જ તેની સુખ સુવિધાઓ પણ છીનવાઈ જતી હોય છે.
જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનું નિયમિત રૂપે પાલન કરવું જોઈએ.
આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે
જ્યોતિષશાસ્ત્રમાં અનુસાર, માતા લક્ષ્મીને સાફ-સફાઈ વધારે ગમે છે. ઘરના પ્રવેશદ્વાર ને નિયમિત રૂપે સાફ રાખવો જોઈએ. દરરોજ સવારે પ્રવેશદ્વારને પાણીથી ધોવો જોઈએ. જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.
પ્રવેશદ્વાર પર ઘીનો દીવો કરવો
વૈદિક જ્યોતિષ અનુસાર, દરરોજ સાંજે ઘરના પ્રવેશ દ્વાર પર ઘી નો દીવો કરવો જોઈએ. જેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સંપન્નતા વધે છે.
સૂર્યદેવને જળ ચઢાવવું
ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. સૂર્યદેવને નિયમિત રૂપે જળ ચડાવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે. તેમજ તેનાથી વૈભવ પ્રાપ્ત થાય છે.
તુલસીના છોડની પૂજા કરવી
ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડની પૂજા ખૂબ જ શુભ અને લાભદાયક હોય છે. તુલસીની પૂજાનું મા લક્ષ્મી માટે વિશેષ મહત્વ છે. જે ઘરમાં તુલસીની નિયમિત પૂજા થતી હોય છે ત્યાં મા લક્ષ્મીનો વાસ થાય છે. માટે તુલસીમાં જળ ચડાવી તેમની સામે દીવો પ્રગટાવવો જોઈએ.
કપાળે તિલક કરવું
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કપાળ પર તિલક લગાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. માટે રોજ સવારે પૂજા કર્યા બાદ કપાળ પર ચંદનનું તિલક કરવું જોઈએ. તિલક શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)