fbpx
Sunday, January 12, 2025

હાડકા નબળા પડતા પહેલા જીવનશૈલીમાં કરો આ ફેરફાર

સૂર્યોદયના 4 કલાકની અંદર સવારના સૂર્યપ્રકાશમાં બેસવાથી શરીરને કુદરતી વિટામિન ડી મળે છે, જે હાડકાની મજબૂતી માટે મહત્વપૂર્ણ છે.

આજના સમયમાં પર્યાપ્ત પોષણના અભાવે લોકોને વિવિધ શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાડકાંની નબળાઈ તે પૈકીની એક સામાન્ય સમસ્યા છે. એક સામાન્ય માન્યતા છે કે માત્ર કેલ્શિયમની ઉણપથી હાડકાં નબળાં થાય છે, પરંતુ ડોકટરોના મતે હાડકાંની નબળાઈ પાછળ અન્ય વિટામિન્સની ઉણપ પણ જવાબદાર છે.

વધતી ઉંમર સાથે હાડકાંની નબળાઈ જોવા મળતી હતી, પરંતુ હવે બાળકો, યુવાનો અને પુખ્ત વયના લોકોમાં પણ આ સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેનું મુખ્ય કારણ પોષક તત્વોનો અભાવ છે.

બાળકોને જન્મથી લઈને એક વર્ષ સુધી નિયમિતપણે માતાનું દૂધ પીવડાવવું જોઈએ, કારણ કે તેનાથી બાળકોને જરૂરી પોષણ મળે છે અને તેમના હાડકાં મજબૂત થાય છે. ઉપરાંત, બાળક ટૂંક સમયમાં તેના પગ પર ઊભું અને ચાલવાનું શરૂ કરે છે.

બાળકો ઉપરાંત વડીલોએ પણ નિયમિતપણે દૂધનું સેવન કરવું જોઈએ. દૂધને પૂરક ખોરાક ગણવામાં આવે છે. શરીરમાં વિટામીન A, C અને Dની ઉણપથી હાડકાં પણ નબળા પડે છે.

વિટામિન A અને Cની ઉણપને દૂર કરવા માટે, ગાજર, નારંગી અને લીંબુ જેવા ફળોને આહારમાં સામેલ કરવા જોઈએ. આ સિવાય શક્કરિયાનું સેવન પણ ફાયદાકારક છે, જે શરીરને પોષણ આપવાની સાથે હાડકાઓને મજબૂત બનાવે છે. આ સિવાય સૂર્યોદયના 4 કલાકની અંદર સવારના સૂર્યપ્રકાશમાં બેસવાથી શરીરને કુદરતી વિટામિન ડી મળે છે, જે હાડકાની મજબૂતી માટે મહત્વપૂર્ણ છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles