fbpx
Monday, November 25, 2024

સરગવાના મૂળથી લઈને ફળ, પાન અને ફૂલ પણ અનેક રોગોથી છુટકારો મેળવવા માટે છે ફાયદાકારક

સરગવાનાં મૂળથી લઈને એનાં પાન અને એનાં ફળો પણ ફાયદાકારક છે. આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સરગવાની દાંડીઓ, પાંદડાં, છાલ, ફૂલો, ફળો અને અન્ય ઘણા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. સરગવો 300થી વધુ રોગોની દવા છે. આવો જાણીએ સરગવાના ફાયદા…

સ્વાદ અને પોષણથી ભરપૂર સરગવો માત્ર હેલ્ધી ફૂડ નથી, પરંતુ એનાં ફૂલો, પાંદડાં અને ફળો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સરગવાનું જો નિયમિત સેવન કરવામાં આવે તો વ્યક્તિ હંમેશાં ફિટ અને યુવાન રહી શકે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજીનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે થાય છે. સરગવામાં એન્ટીફંગલ, એન્ટીવાઈરસ, એન્ટીડિપ્રેસન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. સરગવામાં પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ઝિંક જેવાં ઘણાં પોષકતત્ત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે.

સરગવાનાં ફળો અને પાન ત્રણ અલગ અલગ રીતે વાપરી શકાય છે. પાંદડાંને કાચાં, પાઉડર અથવા રસના રૂપમાં ખાઈ શકાય છે. સરગવાનાં પાનને પાણીમાં ઉકાળીને એમાં મધ અને લીંબુ ભેળવીને પી શકાય છે. સરગવાનાં પાનનો ઉપયોગ સૂપ અને કરીમાં કરી શકાય છે. દર્દીઓને દરરોજ 2 ગ્રામ સરગવાનો યોગ્ય ડોઝ ડૉક્ટરની સલાહથી લેવો જોઈએ. ઔષધીય ગુણોથી ભરપૂર સરગવો બ્લડશુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીએ દરરોજ સરગવોનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. એ 300થી વધુ રોગોની દવા માનવામાં આવે છે. એનાં પાંદડાં અને ફળ બંનેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલાં પાંદડા અને સૂકાં પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન-સી હોય છે, જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. દક્ષિણ ભારતમાં સરગવાનો ઘણો ઉપયોગ થાય છે.

સરગવો ખાવાના છે અઢળક ફાયદા

  • રોગપ્રતિકારક શક્તિ વધે છે
  • પથરી બહાર કાઢે છે
  • કોલેસ્ટેરોલ ઓછું કરે છે
  • બ્લડપ્રેશર સામાન્ય રાખે છે
  • પાચન સુધારે છે
  • દાંતને પોલાણથી બચાવે છે
  • પેટના કીડાઓથી છુટકારો મળે છે
  • સાયટિકા, આર્થરાઇટિસમાં ફાયદાકારક
  • પેટની સમસ્યામાં રાહત મળે છે
  • લિવરને સ્વસ્થ રાખવામાં અસરકારક

સરગવાનાં ફૂલોનો રસ પીવો અથવા શાક ખાઓ અથવા સૂપ પીવો. જો તમને વધુ ફાયદો જોઈતો હોય તો દાળમાં ઉમેરીને પકાવો. સરગવો આંખો માટે પણ સારો છે. આંખનું તેજ પણ વધારે છે.

સરગવાનાં ફૂલના છે ફાયદા

  • સરગવાનાં ફૂલોમાં પ્રોટીન અને ઘણાં પ્રકારનાં વિટામિન્સ અને પોષકતત્ત્વો હોય છે.
  • સ્ત્રીઓમાં યુરિન ઈન્ફેક્શનની સમસ્યા સામાન્ય છે. એને દૂર કરવા માટે સરગવાનાં ફૂલોની ચા બનાવીને પીવી જોઈએ.
  • બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ સરગવાના ફૂલ સૂકવીને અથવા એનો ઉકાળો બનાવીને પીવું જોઈએ.
  • રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયટમાં શાક, ચા અથવા કોઈપણ રીતે સરગવાનાં ફૂલનો ઉપયોગ કરો.
  • સરગવાનાં ફૂલો વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
  • સરગવાનાં ફૂલોના સેવનથી વાળ ખરતા અટકે છે.

સરગવાનાં પાન પણ ફાયદાકારક

  • સરગવાનાં પાનમાં પ્રોટીન, બીટા-કેરોટીન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ ઉપરાંત એસ્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક હોય છે, જેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.
  • સરગવાનાં પાનના અર્કમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે શુગરનાં લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. તેઓ ઇન્સ્યુલિનના લેવલને કંટ્રોલ કરે છે, જેનાથી શુગરના દર્દીને ફાયદો થાય છે.
  • સરગવાનાં પાનનો ઉપયોગ કેન્સરનાં લક્ષણોને ઓછાં કરવામાં પણ કરી શકાય છે.

એવું નથી કે સરગવાથી ફાયદો જ થાય છે, નુકસાન પણ થાય છે

  • જે લોકોને લો બીપીની સમસ્યા હોય તે લોકો માટે સરગવો નુકસાનકારક છે.
  • પ્રેગ્નન્સી અને પિરિયડ્સ દરમિયાન સરગવો ખાવાથી બચવું જોઈએ. પ્રેગ્નન્સીમાં સરગવો ખાવાથી એબોર્શનનું જોખમ વધી જાય છે,
  • સરગવાની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે, જેને કારણે ચિંતા અને ડિપ્રેશનની સમસ્યા થાય છે.
  • જે લોકોને બ્લીડિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય તે લોકોએ સરગવાનું સેવન ટાળવું જોઈએ.
  • ડિલિવરી પછી તરત જ સરગવો ખાવાનું ટાળવું જોઈએ. સુવાવડ પછી તરત જ સરગવા બીજ, સરગવાની છાલ વગેરેનો ઉપયોગ નુકસાનકારક છે. ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles