હિન્દુ ધર્મ અનુસાર વર્ષ દરમિયાન આવતી બધી જ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીની તિથિના દિવસે લોકો વ્રત રાખતા હોય છે. આ દિવસે કેટલાક નિયમોનું પાલન પણ કરવાનું હોય છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે. વર્ષો દરમિયાન કુલ 24 એકાદશી આવે છે જેમાંથી કેટલીક એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ અને ચમત્કારી હોય છે.
આવી જ ચમત્કારી એકાદશી ભાદરવા મહિનામાં આવે છે. ભાદરવા મહિનામાં આવતી એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે. આ એકાદશીનો દિવસ મહત્વનો એટલા માટે હોય છે કે આ દિવસે યોગ નિંદ્રામાં પોઢેલા ભગવાન વિષ્ણુ પડખું બદલે છે. આ વર્ષે 14 સપ્ટેમ્બર અને શનિવારે પરિવર્તિની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી જીવનના દુઃખ દૂર થઈ જાય છે.
પરિવર્તિની એકાદશીનો દુર્લભ યોગ
આ વર્ષે પરિવર્તિની એકાદશી 14 સપ્ટેમ્બર અને શનિવારે આવી રહી છે. પરિવર્તની એકાદશીને પદ્મા એકાદશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે પરિવર્તિની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ જેવા દુર્લભ યોગ સર્જાશે.
પરિવર્તિની એકાદશીના ઉપાય
જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ, બીમારી અને કરજ જેવી તકલીફો છે તો પરિવર્તિની એકાદશીના દિવસે કેટલાક ઉપાય કરી લેવા. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના દુઃખ અને કષ્ટ દુર થાય છે.
પરિવર્તિની એકાદશીના દિવસે પીપળાના ઝાડની નીચે ચાર મુખી દેવો કરો. ઘીનો દીવો કરો તો સૌથી ઉત્તમ. પીપળાના ઝાડમાં ત્રિદેવનો વાસ હોય છે પીપળાના ઝાડની નીચે ચાર મૂખી દીવો કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને કરજથી મુક્તિ મળે છે.
જો ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરાવો. ત્યાર પછી તેમની પૂજા કરી તેમને પીળી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. સાથે જ ભગવાનને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)