fbpx
Monday, September 23, 2024

ગણેશ વિસર્જન વખતે કરો આ ઉપાય, તિજોરી ધનથી ભરાઈ જશે અને બધા દુઃખ દૂર થશે

ગણેશોત્સવના 10 દિવસ બાદ 19 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ ધામધૂમથી ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવશે. કેટલાક લોકો તેમની અનુકૂળતા મુજબ 5, 7 અથવા તો 9 દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરે છે અને ભગવાન ગણેશનું વિસર્જન કરે છે. જોકે, ભગવાન ગણેશની 10 દિવસ સુધી સ્થાપના કરવી જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભક્તો અબીર-ગુલાલ ઉડાડીને બેન્ડ અને ડીજે સાથે ભગવાનને વિસર્જન માટે લઈ જાય છે.

ત્યારે તમે ભગવાન ગણેશના વિસર્જન દરમિયાન તમારી સમસ્યા મુજબ અહીં જણાવેલા ઉપાયો કરી શકો છો. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે આપણે અમુક કામ પૂર્ણ કરવા માટે સતત પ્રયાસ કરીએ છીએ, પરંતુ તે પૂરા થતા નથી. ત્યારે તમે ચાર નારિયેળની એક માળા બનાવીને ભગવાન ગણેશને અર્પણ કરવાથી તમારું કામ પડી જશે.

પરીક્ષામાં સફળતા મેળવવા માટે

જો તમે કોઈપણ પરીક્ષા કે ઈન્ટરવ્યુમાં સતત ફેલ થઈ રહ્યા હોવ, તો કાચા સૂતરમાં 7 ગાંઠ બાંધો અને ‘‘જય ગણેશ કાટો ક્લેશ’’ મંત્રનો જાપ કરો અને તે સૂતરને તમારા પર્સમાં કે ખિસ્સામાં રાખવાથી તમને સફળતા મળશે.

ઇચ્છા પરિપૂર્ણ કરવા માટે

જો તમારી કોઈ ઇચ્છા લાંબા સમયથી પૂરી નથી થઈ રહી, તો ગણેશ વિસર્જન પહેલા ભગવાન ગણેશને જળનો અભિષેક કરવો જોઈએ અને તેમને મોદક અર્પણ કરવા જોઈએ અને તમારી ઇચ્છા તેમને જણાવવી જોઈએ. આમ તમારી ઇચ્છા પૂર્ણ થશે.

દૂર થશે તમારી સમસ્યા

જો તમને કોઈ સમસ્યા સતાવી રહી હોય કે ઘરેલુ સમસ્યા હોય અને તમે આ સમસ્યા કોઈની સામે વ્યક્ત ન કરી શકતા હોય, તો હાથીને લીલો ચારો ખવડાવીને ભગવાન ગણેશનું ધ્યાન ધરો અને તમારી સમસ્યા કહીને તેમને પ્રાર્થના કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.

આર્થિક સમૃદ્ધિ મેળવવા માટે

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને ધન પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તો ગણેશ વિસર્જનના દિવસે સ્નાન અને ધ્યાન બાદ ગાયને શુદ્ધ ઘી અને ગોળ ખવડાવો. આવું કરવાથી તમારી ધનની સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે.

ગુસ્સો કંટ્રોલ કરવા માટે

જો તમને નાની-નાની વાતો પર ગુસ્સો આવતો હોય, તો અનંત ચતુર્દશીથી 7 દિવસ સુધી ભગવાન ગણેશને લાલ ફૂલ ચઢાવવાથી ગુસ્સો દૂર થઈ જશે.

બાળકની વાણી સુધારવા માટે

કેટલાક બાળકો નાનપણમાં તોતળુ બોલતા હોય છે. જો તમે તે દૂર કરવા માંગતા હોવ, તો ભગવાન ગણેશને કેળાની માળા બનાવીને અર્પણ કરો. જેનાથી બાળકમાં વાણીની ખામીઓ દૂર થાય છે.

ગ્રહોની સમસ્યાઓથી બચવા માટે

જો તમારા ઘરમાં વારંવાર પારિવારિક વિવાદો થતા રહેતા હોય, તો અનંત ચતુર્દશી અથવા બુધવારના દિવસે તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પ્રતિકાત્મક મૂર્તિ સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો.

ઘરેથી બહાર જતાં પહેલાં આટલું કરો

ઘરની બહાર નીકળતા પહેલા ઘર કે ઓફિસના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહેશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles