દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પૌષ્ટિક ગુણોને કારણે દાળનું વધુ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. મગની દાળ અન્ય કઠોળ કરતાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે. મગની દાળમાં વિટામીન, વિટામીન B-6, વિટામીન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર, રિબોફ્લેવિન, ફોલેટ, આયર્ન, થાઈમીન, નિયાસિન અને કોપર મળી આવે છે.
મગની દાળ ખાવાના સ્વાસ્થ્ય લાભ
બ્લડ પ્રેશર
મસૂરની દાળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. ફાયબર આંતરડામાંથી ગંદકી દૂર કરવામાં અને બ્લડ પ્રેશર (બીપી)ને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસની સમસ્યા બ્લડમાં હાજર સુગર લેવલ વધી જવાના કારણે થાય છે. આ સમસ્યાથી બચવા માટે ડાયટમાં મગની દાળનો સમાવેશ કરી શકાય છે.
કોલેસ્ટ્રોલ
શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા પર મગની દાળનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. મગની દાળનું સેવન શરીરમાંથી વધારાનું કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદ કરી શકે છે.
રોગપ્રતિકારક શક્તિ
મગની દાળમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.
પાચન
મગની દાળ સરળતાથી પચી જાય છે. પાચન તંત્રને સારું રાખવા માટે ડાયટમાં મગની દાળનો સમાવેશ કરી શકાય છે. મગની દાળથી પેટની ગરમી દૂર કરી શકાય છે.
વજન ઘટાડે છે
વજન ઘટાડવા માટે ડાયટમાં મગની દાળનો સમાવેશ કરી શકાય છે. મગની દાળમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
એનર્જી
મગની દાળમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા તત્વો મળી આવે છે, જે શરીરની કમજોરી દૂર કરવામાં અને એનર્જી બૂસ્ટ કરવામાં મદદ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)