ડિપ્રેશન એક એવી માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો આવે છે, દરેક વસ્તુમાં માત્ર નિરાશા જ દેખાય છે. ઘણી વખત વ્યક્તિ પોતાનું જીવન સમાપ્ત કરવા વિશે વિચારવાનું શરૂ કરે છે તેથી, સકારાત્મક અને ખુશ રહેવા માટે જીવનમાં યોગનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. તે મન અને શરીરને રોજિંદા પડકારો સામે લડવા માટે પણ તૈયાર કરે છે.
ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે ઊંડા શ્વાસ શ્રેષ્ઠ ઉપાય છે. આનાથી ફેફસાં, પેટ અને સ્નાયુઓ મજબૂત બને છે. આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
ઉત્તાનાસન : ડિપ્રેશનથી દૂર રહેવું હોય તો રોજ ઉત્તાનાસન કરો. તે મનને શાંત અને સ્થિર રાખે છે.
અધોમુખાસન : આ આસન ડિપ્રેશન અને ચિંતામાંથી મુક્તિ અપાવવામાં પણ મદદ કરે છે. તેનાથી તણાવ અને ચિંતા દૂર થાય છે.
શવાસન : ડિપ્રેશનથી છુટકારો મેળવવા માટે પણ આ શ્રેષ્ઠ યોગ આસન છે. તેનાથી મન શાંત થાય છે. આખા શરીરને પણ આરામ મળે છે.
બાલાસન : જો બાલાસન નિયમિત કરો છો, તો સ્નાયુઓને આરામ મળે છે અને શક્તિ પણ મળે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)