દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે જ છે. તડકા અને છાયાની જેમ સુખ અને દુઃખ પણ આપણા જીવનનો એક ભાગ છે. પરંતુ જ્યારે વ્યક્તિ મુશ્કેલ સમય અને પરિસ્થિતિઓમાંથી પસાર થતો હોય ત્યારે તેણે ધીરજ રાખવી જરૂરી છે. મનમાં ધીરજ અને વિશ્વાસ વધે તેવી વાતો ભગવાન શ્રીકૃષ્ણએ ભાગવત ગીતામાં કહેલી છે. શ્રી કૃષ્ણએ ભગવત ગીતાના માધ્યમથી દુનિયાભરના લોકોને મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડ્યો છે. ભગવત ગીતામાં કહેલી આ વાતો હંમેશા યાદ રાખવી જોઈએ. આ વિચારો તમને કોઈપણ પરિસ્થિતિમાં સકારાત્મક કેવી રીતે રહેવું તે જણાવે છે. આ વિચારોને જીવનમાં ઉતારશો તો તમારું જીવન બદલી જશે.
ભગવાન શ્રીકૃષ્ણના અદભુત ઉપદેશ
શાંત રહેવાથી બધા જ દુઃખોનો અંત આવે છે. શાંત મન મનુષ્યની બુદ્ધિને સ્થિર કરવામાં અને પરમાત્માની નજીક લઈ જવામાં મદદ કરે છે.
આપણી આસ્થાની પરીક્ષા ત્યારે થાય છે જ્યારે જે વસ્તુની ઈચ્છા હોય તે ન મળે અને તેમ છતાં જે મળ્યું છે તેના માટે હૃદયથી ભગવાનનો આભાર માનો છો.
જે માણસ પોતાની જુવાનીમાં અનેક પાપ કરે છે તેને વૃદ્ધાવસ્થામાં ઊંઘ આવતી નથી તેથી જુવાનીને બરબાદ કરવી નહીં.
વ્યક્તિ જે ધારે તે બની શકે છે. આ વિશ્વાસ સાથે ઇચ્છિત વસ્તુ પર સતત ચિંતન કરતા રહેવું જોઈએ.
જે વાત સત્ય પર આધારિત હોય તેને કહેવા માટે, કરવા માટે અને માનવા માટે ક્યારેય ડરવું નહીં.
પ્રેમ કરનાર હંમેશાં માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકારી વ્યક્તિ માફી સાંભળવાનું પસંદ કરે છે.
જ્યારે માણસની ઈચ્છા પૂરી નથી થતી તો તેનો ક્રોધ વધે છે અને ઈચ્છા પૂરી થઈ જાય ત્યારે લોભ વધે છે. તેથી દરેક પરિસ્થિતિમાં ધૈર્ય જાળવી રાખો.
જો આજે તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે સમય અવશ્ય બદલશે. ફક્ત નિસ્વાર્થ ભાવથી કર્મ કરતા રહેવું.
જે રસ્તો ઈશ્વરે તમારા માટે ખોલ્યો છે તેને કોઈ બંધ કરી શકતું નથી તેથી નિરાશ થયા વિના હંમેશા આગળ વધતા રહો.
માણસનું જીવન માત્ર તેના કર્મ પર આધારિત છે, વ્યક્તિ જેવા કર્મ કરે છે તેવું જીવન તેને મળે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)