હાલ દેશભરમાં ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ 10 દિવસ ભક્તો બાપ્પાને ઘરે લાવી તેમની આરાધના અને સેવા કરે છે. ત્યારે 10માં દિવસે એટલે અનંત ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્થી 17 સપ્ટેમ્બરે છે. આ દિવસે બાપ્પાનું વિસર્જન સાથે ભગવાન વિષ્ણુના અનંત રૂપોની પૂજા કરવામાં આવે છે.
જો તમારા ઘરમાં હંમેશા કલેશ રહે છે અને નકારાત્મકતાનો માહોલ બની ગયો છે તો, તો તમે અનંત ચતુર્થીના દિવસે કેટલાક સરળ ઉપાય કરી આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ ઉપાયો અંગે…
અનંત ચતુર્થીના આ ઉપાય ઘરમાં લાવશે ખુશીઓ!
અનંત ચતુર્થીના દિવસે એક માટીના કળશમાં 14 લવિંગ અને કપૂર નાખો અને પ્રગટાવો. ત્યાર બાદ એક કળશને કોઈ ચાર રસ્તા પર છોડી દો, એવું કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.
આ દિવસે 14 ગાંઠ વાળો વિશેષ દોરો બાંધવામાં આવે છે. જેને ખુબ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દોરામાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિઓને દૂર ભગાવવાની તાકાત હોય છે. એવામાં તમે આ ખાસ દિવસે આ દોરામાં હળદરની ગાંઠ બાંધીને જરૂર પહેરો.
ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના ઉપાય
અનંત ચતુર્થીના દિવસે ભગવાન વિષ્ણુના અનંત રૂપોની પૂજા કરવામાં આવે છે. એવામાં આ દિવસે કોઈ પણ સ્થાન પર ઘીનો પંચમુખી દીવો પ્રગટાવો. ધ્યાન રાખો કે, તમે મુખ્ય દ્વાર, પૂર્વ દિશા અથવા રસોઈમાંથી કોઈ સ્થાન પર રાખો. સાથે જ શ્રીહરિ સામે કલાવાની વાટનો દીવો પ્રગટાવો, એવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)