fbpx
Thursday, September 19, 2024

ઓફિસમાં ખુરશી પર બેઠા બેઠા કરો આ કસરતો, રહો ફિટ એન્ડ ફાઈન

શરીરને ફીટ અને હેલ્ધી રાખવા માટે એક્ટિવ રહેવું ખુબ જરુરી છે પરંતુ આજકાલ મોટાભાગના લોકો ડેસ્ક જોબ કરે છે. જેમાં તે 8 થી 9 કલાક એક જ જગ્યા પર બેસીને કામ કરે છે. તેમને થોડી વાર આરામ કરવાનો પણ સમય મળતો નથી. પરંતુ આનાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જેના કારણે અનેક સ્વાસ્થ સમસ્યાઓ પણ થઈ શકે છે.

કલાકો સુધી એક જ જગ્યા પર બેસીને કામ કરવાથી વ્યક્તિનું બોડી પોસ્ચર પર ખુબ અસર પડે છે. કલાકો સુધી લેપટોપ કે કોમ્પુટર પર કામ કરવાથી ખભો અને કમર સહિત અનેક સ્વાસ્થ સમસ્યાઓ થાય છે. ઓફિસમાં બેસીને થોડો સમય કાઢી તમે ડેસ્ક પર કેટલીક કસરત કરી શકો છો. જેનાથી તમારું શરીર એક્ટિવ રહેશે સાથે ડોક અને કમરના દુખાવા જેવી સમસ્યાઓમાંથી પણ રાહત મળશે.

નેક રોટેશન

કલાકો સુધી એક જ જગ્યા પર લેપટોપ પર કામ કરવાથી ગરદનમાં દુખાવો થઈ શકે છે. તેનાથી બચવા માટે નેક રોટેશન કસરત કરી શકો છો. જેના માટે સૌથી પહેલા ખુરશી પર આરામથી બેસો અને તમારા માથાને આગળને તરફ નમાવો 10 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો. આ પછી માથું ડાબી બાજુ અને જમણી બાજુ ફરેવો. આવું 4 થી 5 વખત કરો.

આંખની કસરત

કલાકો સુધી સ્ક્રીન પર કામ કરવાથી આંખો પર અસર પડે છે. એટલા માટે થોડો સમય કાઢી 20-20-20 કસરત કરો, જેમાં 20 મિનિટ માટે આંખોને સ્ક્રીનથી દુર રાખો. 20 મિનિટમાં 10સેકન્ડ માટે 20 ફીટ દુર કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો.

બ્રીથિંગ કસરત

કામમાંથી થોડો સમય બ્રક લો, તમારી આંખો બંઘ કરી લાંબો શ્વાસ લો. આ કસરત કરવાથી હેલ્થને યોગ્ય કરવામાં મદદ મળે છે.

શોલ્ડર કસરત

આ કસરત કરવા માટે ખુરશી પર સીધા બેસો, તમારી ગરદન, કમર અને ખભો સીધા રાખો. ત્યારબાદ જેટલું બને તેટલું તમારા ખંભાને ઉપરની તરફ ખેચો. તમારા કાનને ટચ કરવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ 10 સેકન્ડમાં નોર્મલ પોઝીશનમાં આવો. ખભાને ઉપર અને નીચે આવે તે રીતે કસરત કરો.

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles