fbpx
Sunday, January 12, 2025

શનિ મહારાજ કરાવશે આ રાશિવાળાને ત્યાં ધનના ઢગલા ! સૂતેલું ભાગ્ય જાગશે, બધુ પડશે પાર

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું એક અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. શનિ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને માર્ચ 2025 સુધી આ રાશિમાં રહેશે. શનિના મૂળ ત્રિકોણ રાશિમાં રહેવાથી શશ રાજયોગ બન્યો છે. જાણો કોને લાભ કરાવશે. 

જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ શનિ  હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને વર્ષ 2025ના માર્ચ મહિના સુધી આ રાશિમાં રહેશે. શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશવામાં અઢી વર્ષ જેટલો લાંબો સમય લાગે છે. આથી આવામાં એક જ રાશિમાં ફરીથી આવવામાં 30 વર્ષ જેટલો સમય લાગે છે. શનિ હાલ કુંભ રાશિમાં છે અને તેનાથી શશ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ 5 રાશિઓ માટે ફાયદાકારક રહી શકે છે…

વૃષભ 

શનિનું કુંભ રાશિમાં રહેવું એ શશ રાજયોગ બનાવી રહ્યું છે. જે વૃષભ રાશિવાળા માટે લકી સાબિત થશે. આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળશે. નોકરીયાતોને પદોન્નતિની સાથે સાથે પગારવધારો પણ મળશે. જો તમે વિદેશમાં નોકરી કે પછી વેપાર કરવાનું વિચારતા હોવ તો તમારું સપનું પૂરું થઈ શકે છે. બિઝનેસમાં પણ તમને ખુબ લાભ થશે. આકસ્મિક ધનલાભ થશે. વેપારમાં કરાયેલા પ્રયત્નો તમને ખુબ લાભ કરાવશે. આ સમયગાળામાં બેરોજગારોને નોકરી મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. 

સિંહ 

શનિનું કુંભ રાશિમાં હોવું એ સિંહ રાશિવાળા માટે લાભકારી રહેશે. માર્ચ 2025 સુધી આ જાતકોને ખુબ લાભ થશે. વેપારમાં આ સમયગાળા દરમિયાન ખુબ નફો કરશો અને પ્રગતિના યોગ બની રહ્યા છે. વેપારનો વિસ્તાર કરી શકો છો. આ દરમિયાન તમને જીવનસાથીનો ભરપૂર સાથ મળી શકે છે. બેંક  લોન વગેરેના કામોમાં સફળતા મેળવશો. શનિદેવના આશીર્વાદ મળશે. 

કન્યા 

શનિનો શશ રાજયોગ કન્યા રાશિવાળા માટે ખુબ ખાસ રહેશે. આ સમય દરમિયાન કન્યા રાશિવાળાને ખુબ સફળતા મળી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે જે લોકો  બેંક વગેરેમાંથી લોન લેવાનું વિચારતા હશે તેમને આ સમયગાળામાં સફળતા મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે. પગારમાં પણ વધારો થઈ શકે છે. નોકરીયાતોને પદોન્નતિ વેતનવધારા સાથે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. સમાજમાન માન સન્માન વધશે અને કાર્યમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

તુલા 

આ સમય દરમિયાન તુલા રાશિવાળાનો ભાગ્યોદય થઈ શકે છે. માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીયાતોને નવી જવાબદારી મળી શકે છે. પદોન્નતિની સાથે નવી નોકરી અને સારો પગાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો રહેશે. આ સમયગાળામાં સંતાન સુખ મળશે. જે દંપત્તિ સંતાનની ઈચ્છા ધરાવતા હશે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશે તેમને સફળતા મળી શકે છે. વિવાહના યોગ છે. 

કુંભ 

શનિ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં હોવાથી કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન શશ રાજયોગનું નિર્માણ  થયું છે. જેથી કુંભ રાશિવાળા માટે લકી સાબિત થશે. વર્ષ 2025 માર્ચ સુધી જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. સમાજમાં માન સન્માન મળશે. કોર્ટ કચેરીના કેસોમાંથી  છૂટકારો મળી શકે છે. વિદેશમાં વેપાર કરવાથી ધનલાભ થશે. આ સમયગાળામાં નોકરીયાતોને પણ સારું ઈન્ક્રીમેન્ટ મળી શકે છે અને પ્રમોશનના પણ ચાન્સ છે. જો પાર્ટનરશીપમાં બિઝનેસ કરવાનું વિચારતા હશો તો લાભ થઈ શકે છે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles