fbpx
Saturday, September 21, 2024

ગણપતિ બાપ્પા મોર્યા શબ્દમાં છુપાયેલો છે ઊંડો અર્થ, જાણો ગણેશજીને કેમ કહેવામાં આવે છે બાપ્પા

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશનું વિશેષ સ્થાન છે. એમને પ્રથમ પૂજ્ય કહેવામાં આવે છે અને એના માટે કોઈ પણ શુભ કાર્ય પહેલા એમની પૂજા કરવામાં આવે છે. એમને રિદ્ધિ-સિદ્ધિના દાતા અને બુદ્ધિના દેવતા પણ કહેવાય છે. તેઓ પોતાના ભક્તોની પ્રાર્થના જલ્દી સ્વીકાર કરે છે અને એમના દુ:ખોને દૂર કરે છે. ભક્તો એમને ગણેશ ઉપરાંત, ગણપતિ, ગજાનન, લંબોદર, એકદંત, વિનાયક અને બાપ્પા વગેરે જેવા નામોથી બોલાવે છે.

ગણેશોત્સવમાં તમે લોકોને ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નારા લગાવતા જોયા હશે, પરંતુ ગણેશજીને બાપ્પા શા માટે કહેવામાં આવે છે અને મોરયા શબ્દ ક્યાંથી આવ્યો. આ પાછળ શું કહાની છે? ચાલો જાણીએ…

ગણપતિ શબ્દ બે શબ્દો સાથે મળી બન્યો છે- એમાં ‘ગણ’ અને ‘પતિ’ સામેલ છે. એમાંથી ગણનો અર્થ થાય છે સમૂહ અથવા સમુદાય. ત્યાં જ પતિ મતલબ સ્વામી કે પ્રભુ. એવામાં જ્યારે આ બે શબ્દ જોડીને ગણપતિ બને છે એનો અર્થ થાય છે તમામ ગણોનો સ્વામી.

મરાઠીમાં બાપ્પા શબ્દનો અર્થ પિતા થાય છે. જ્યારે કોઈ બાળક પોતાના પિતાજીને બોલાવે છે તો એમાં ઘણી કરુણા હોય છે અને એમનો અવાજ સાંભળી પિતા પણ બધું જલ્દી સાંભળી લે છે. આ ભાવ એ સમયે પણ આવે છે જ્યારે ભક્તો ગણેશજીને બાપ્પા કહી બોલાવે છે.

શું છે મોરયા શબ્દ પાછળની કહાની?

મોરયા શબ્દ ગોસાવી સાથે જોડાયેલો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગોસાવી નામક સંતે જ પહેલા ગણેશજીને બાપ્પા મોરયા કહ્યા હતા. થોડી ધાર્મિક પુસ્તકોના અધ્યયનથી આ વાતની જાણ થાય છે, ગણપતિ બાપ્પા નામ એમના ભક્તોના પ્રેમને દર્શાવે છે. એટલા માટે મંદિરો અને ગણેશ ઉત્સવ દરમિયાન લોકો ‘ગણપતિ બાપ્પા મોરયા’ કહી જયકાર કરે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles