fbpx
Monday, November 25, 2024

‘આ…લે.. તારા 800 રૂપિયા’ 😅😝😂😜🤣🤪

એક મહિલાના ફોનની રિંગ વાગી.
મહિલા : હેલો, કોણ?
ફોન કરનાર : તમારો દીકરો અમારી પાસે છે,
2,500 રૂપિયા લઈને આવો અને તેને લઈ જાવ.
મહિલા : હું હમણાં જ પોલીસને બોલાવું છું.
ફોન કરનાર : હું પોલીસ જ બોલું છું,
તમારા દીકરાનું ચલણ કપાયું છે
તે હેલ્મેટ વગર ટ્રિપલ સીટ જઈ રહ્યો હતો
એ પણ લાઇસન્સ વગર.
😅😝😂😜🤣🤪

એક વાણિયાએ ભૂલથી વકીલ સાથે સાઇકલ ભટકાવી દીધી.
આ કારણે તે વકીલનો લેંઘો ફાટી ગયો.
વકીલ : તે મારો 800 રૂપિયાનો લેંઘો ફાડી નાખ્યો!
અત્યારે જ મારા 800 રૂપિયા આપી દે નહિતર તારા ઉપર કેસ કરી નાખીશ.
વાણિયો : અરે સાહેબ, એવી નાનીઅમથી વાતમાં કેસ થોડો કરવાનો હોય,
લ્યો આ તમારા 800 રૂપિયા.
એમ કહીને વાણિયાએ વકીલને રૂપિયા આપી દીધા.
વકીલ ચાલવા લાગ્યો એટલે વાણિયાએ વકીલને ઉભો રાખ્યો ને કહ્યું,
વાણિયો : અરે સાહેબ, એમ હાલવા ક્યાં માંડ્યા?
મેં તમને લેંઘાના 800 રૂપિયા આપી દીધા ને!
એટલે આ લેંઘો મારો કેવાય. તો અત્યારે જ લાવો મારો લેંઘો કાઢો!
વકીલ : એલા ઈ મારે કેમ કરીને કાઢવો? મેં નીચે કાંઈ નથી પહેર્યું!
વાણિયો : તો એમાં હું શું કરું?
વકીલ : આ…લે.. તારા 800 રૂપિયા.
વાણિયો : હવે મારે આ લેંઘો 1200 ની નીચે નથી વેચવો.
બોધ : વાણિયા સામે અત્યાર સુધીમાં કોઈ જીતીને ગયું નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles