આપણા દેશમાં રસોઈમાં મેથીનો ખુબ ઉપયોગ થાય છે. ખાસ કરીને મેથી ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં અનેક પોષક તત્વ પણ સામેલ હોય છે. મેથીથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. માત્ર મેથી ખાવાથી જ નહીં પણ તેનું પાણી પણ હેલ્થ માટે ફાયદાકારક છે. જો સાવરે ખાલી પેટ મેથીનું પાણી પીવામાં આવે તો ઘણા સ્વાસ્થ્યના લાભ થઈ શકે છે. અહીંયા આપણે મેથીના પાણીના લાભ વિશે જાણીશું.
મેથીનું પાણી કેવી રીતે બનાવવું?
એક કપ પાણીમાં એક ચમચી મેથીના દાણા એડ કરો
મેથીના આ દાણાને આખી રાત પાણીમાં પલાળીને રાખો.
સવારે ઊઠી મેથીના દાણાને પાણીથી ગાળી લો.
તે મેથીના પાણીને ખાલી પેટ પીવો.
મેથીનું પાણી પીવાના ફાયદા
પાચનમાં સુધાર
મેથી પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. મેથીનું પાણી પેટની સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો વગેરેમાં રાહત આપે છે.
વજન ઘટાડે છે
મેથીના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ સામેલ હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તે શરીરમાં મેટાબોલિઝમ વધારવામાં પણ મદદરૂપ થાય છે.
બ્લડ શુગર કંટ્રોલ
મેથીના પાણીમાં ક્રોમિયમ પણ હોય છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. મેથીનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
હાર્ટ હેલ્થ
મેથીના પાણીમાં ફોલિક એસિડ હોય છે જે હાર્ટ હેલ્થમાં સુધાર લાવે છે. તે હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે.
ખીલની સમસ્યામાં રાહત
મેથીના પાણીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જો તમને ખીલની સમસ્યા હોય તો મેથીનું પાણી પીવાથી રાહત મળે છે.
આંખોની રોશની
મેથીના પાણીમાં વિટામિન A પણ હોય છે. જેથી તેનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે.
મગજનું સ્વાસ્થ્ય
મેથીના પાણીમાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે જે મગજના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થાય છે. જેનાથી તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ થાય છે.
આ બાબતો ધ્યાનમાં રાખવી
મેથીના પાણીનું વધુ પડતું સેવન કરવાથી ઝાડા થઈ શકે છે.
જો તમારે કોઈ દવા ચાલતી હોય તો મેથીનું પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓએ મેથીનું પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)