પપ્પુ : ડોકટર સાહેબ, ગજબ થઈ ગયું.
ડોકટર : કેમ, એવું શું થયું?
પપ્પુ : અમારા લગ્નજીવનને 10 વર્ષ થયાં.
અત્યાર સુધી મારી પત્ની ઓફિસે જાઉં
ત્યારે સામે જોઇને મીઠુ મીઠુ મલકાઈને ટિફિન હાથમાં આપતી.
ઓફિસેથી આવું
ત્યારે સામે મરકતી મરકતી હાથમાં ઠંડા પાણીનો ગ્લાસ આપતી.
ગમે ત્યારે બહાનું કાઢીને સામે આવીને ગાલ પર ટપલી મારતી.
પણ ગયા મહિને માથાના દુ:ખાવાની તકલીફ માટે તમારી પાસે આવેલી.
એ પછી હું સામે જાઉં છું તો મોઢું મચકોડે છે.
તમે એને એવી કેવી દવા આપી?
ડોક્ટર : મેં એને દવા નથી આપી, એ સાવ ખોટા નંબરના ચશ્મા
પહેરતી હતી, મેં તે કઢાવીને સાચા નંબરના ચશ્મા આપ્યા બસ.
😅😝😂😜🤣🤪
દર્દી : મને મારી આંખોની સામે
ડાઘા દેખાય છે.
ડોક્ટર : શું નવા ચશ્માથી પણ
કોઈ ફાયદો ન થયો?
દર્દી : હા થયો ને,
હવે એ ડાઘા વધુ સ્પષ્ટ દેખાય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)