fbpx
Sunday, January 12, 2025

સૂર્ય અને કેતુએ બનાવ્યો દુર્લભ સંયોગ, ધનલાભનો યોગ, આ જાતકો જીવશે વૈભવી જીવન

વર્ષનું બીજું અને છેલ્લું સૂર્ય ગ્રહણ 2 ઓક્ટોબરે લાગવાનું છે. આ ગ્રહણ રાતના સમયે થઈ રહ્યું છે. તેથી ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ તેની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં જરૂર જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણના સમયે સૂર્ય દેવ ખુબ કષ્ટમાં હોય છે. તેવામાં સૂર્ય ગ્રહણ સમાપ્ત થા બાદ તેને પીડામાંથી છુટકારો મળે છે અને તે વધુ ખુશ થવાની સાથે શક્તિશાળી થઈ જાય છે. મહત્વનું છે કે સૂર્ય ગ્રહણ સમાપ્ત થયા બાદ કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ સિવાય તે નક્ષત્ર પરિવર્તન પણ કરી રહ્યાં છે અને તે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યાં છે. જ્યાં પહેલાથી કેતુ બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેતુની જે ગ્રહની સાથે યુતિ થાય છે તો તેને પાંચ ગણો વધુ બળવાન બનાવી દે છે. તેવામાં સૂર્ય અનેક ગણા બળશાળી થઈ જશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સૂર્ય ગ્રહણ બાદ આ જાતકોને લાભ મળશે.

દૃક પંચાગ અનુસાર સૂર્ય 27 સપ્ટેમ્બર સવારે 1 કલાક 20 મિનિટ પર હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કર્યો અને 10 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેવાના છે. તેવામાં કેતુની સૂર્ય સાથે યુતિ 10 ઓક્ટોબર સુધી રહેશે. સૂર્ય ગ્રહણ બાદ સૂર્યના ચંદ્રમાના નક્ષત્રમાં આવવાથી કેટલાક જાતકોને ખુબ ભાગ્યનો સાથ મળી શકે છે. આ રાસિઓ ઉપર ધન કુબેરની વિશેષ કૃપા થઈ શકે છે.

વૃશ્ચિક 

સૂર્ય અને કેતુના હસ્ત નક્ષત્રમાં હોવાથી આ રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે. તમારા જીવનમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. જીવનમાં આવનારી સમસ્યાઓ સમાપ્ત થશે. નોકરી કરનાર જાતકો માટે આ સમય ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિમાં સૂર્ય પંચમ ભાવમાં બિરાજમાન છે. જીવનમાં ઘણી ખુશીઓનું આગમન થઈ શકે છે. જમીન, ભવન અને પ્રોપર્ટી સંબંધિત ઘણી ઈચ્છા પૂરી થઈ શકે છે. જીવનમાં નવો ફેરફાર આવવાનો છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. દેવામાંથી છુટકારો મળશે. પ્રોફેશનલ લાઇફમાં સારૂ પરિવર્તન જોવા મળી શકે છે. પ્રમોશન સાથે પગાર વધારો મળી શકે છે. નવા મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. તમે કોઈ ટ્રિપ પર જઈ શકો છો. લગ્ન જીવનમાં ખુશીઓ આવવાની છે.

સિંહ 

સૂર્ય દેવ બીજા ભાવ એટલે કે ધનભાવમાં બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકો બૌદ્ધિક ક્ષમતાની મદદથી નાણાકીય બાબતનો નિર્ણય લઈ શકે છે. જેની અસર ભવિષ્યમાં ખુબ પડવાની છે. પરિવારના બિઝનેસમાં પણ લાભ મળી શકે છે. સૂર્ય અને કેતુની દ્રષ્ટિ આઠમાં ભાવ પર પડી રહી છે. જ્યાં રાહુ બિરાજમાન છે. તેવામાં આ જાતકોના જીવનમાં મોટા પરિવર્તન જોવા મળશે. આત્મ મંથન કરશો. જેનાથી તમે જીવનમાં કરેલી ભૂલો સુધારી શકો છો. લાંબા સમયથી જે કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે હવે પૂરુ થશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. તમારી પ્રગતિમાં આવી રહેલા વિઘ્નો સમાપ્ત થશે અને તમે ઝડપથી આગળ વધશો. માતા લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન રહેશે. વેપારને લઈને યાત્રા કરી શકો છો. પરંતુ તેમાં તમને લાભ મળી શકે છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles