જ્યારે આપણે કોળાનું શાક બનાવીએ છીએ. ત્યારે તેમાંથી બી આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ કોળાના બી આપણા સ્વાસ્થ માટે ફાયદાકારક અને લાભકારી છે. જો તેનું સેવન કરવામાં આવે તો અનેક બિમારીઓ દુર થઈ શકે છે.
કોળાના બી પોષક તત્વોથી ભરપુર હોય છે. તેનું સેવન કરવું સ્વાસ્થ માટે લાભદાયક છે. તેમાં રહેલા ફાઈબર, પ્રોટીન, વિટામિન આપણે અનેક બીમારીઓથી બચાવે છે.
કોળાના બીજમાં ઝિંક, આયરન, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન એ પણ હોય છે.
કોળાના બીનું સેવન કરવાથી શરીરમાં કેન્સર સેલ્સ ખતમ થઈ જાય છે. આ બી મહિલાઓમાં સ્તન કેન્સર અને પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સરને દુર કરી શકે છે. તેમાં મોટીમાત્રામાં એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે. જેના કારણે તે કેન્સર સેલ્સને વધતા અટકાવે છે.
જો કાળાના બીનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રશેર અને બ્લડ શુગરને નોર્મલ કરે છે. જે લોકોને ડાયાબિટીસ છે, તેમણે દરરોજ ફાઈબરથી ભરપુર આ સીડનું સેવન કરવાથી ફાયદો થાય છે.
કોળાના બીમાં સેરોટોનિન હોય છે, જે કુદરતી રસાયણ હોવાનું માનવામાં આવે છે. જેની અસર સારી ઊંઘ માટે ફાયદાકારક છે.
વધુ માત્રામાં ઝિંક હોવાને કારણે આપણી ઈમ્યુન સિસ્ટમને ખુબ મજબુત કરે છે. આપણા વાળ અને ત્વચા માટે પણ લાભકારી છે. તેમજ સવારે કોળાના બીજનું પાણી પીવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)