fbpx
Saturday, January 11, 2025

આજથી તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને શિયાળામાં બીમારી નહીં આવે

ઠંડીની મોસમ નજીક આવી રહી છે. ધીરે ધીરે વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી છે. શિયાળો શરૂ થાય અને કડકડથી ઠંડી પડવા લાગે તે પહેલા જ શરીરની ઇમ્યુનિટી વધારે લેવી જોઈએ. ઠંડીની શરૂઆતમાં વાયરલ ઇન્ફેક્શન વધી જાય છે. આ સ્થિતિમાં એવા લોકોની તબિયત ઝડપથી બગડે છે જેમની ઇમ્યુનિટી નબળી હોય. જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય તેમણે ઠંડી શરૂ થાય તે પહેલા જ કેટલીક વસ્તુઓનું સેવન કરીને પોતાની ઇમ્યુનિટી બુસ્ટ કરી લેવી જોઈએ. આજે તમને 5 એવી વસ્તુ વિશે જણાવીએ જેને ખાવાની શરૂઆત અત્યારથી જ કરી દેશો તો શિયાળામાં બીમારીઓ આસપાસ પણ નહીં ફરકે. 

ઠંડીના વાતાવરણમાં શરીરને બીમારીઓ અને ઇન્ફેક્શનથી બચાવવું હોય તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય તે જરૂરી છે. અને તમે ઇમ્યુનિટી આ પાંચ વસ્તુ ખાઈને સ્ટ્રોંગ બનાવી શકો છો. આ પાંચ વસ્તુ એવી છે જે શરીરને અંદરથી જ બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. આ વસ્તુઓનું સેવન આજ થી જ શરૂ કરી દેજો.

આદુ 

આદુ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી વધવા લાગે છે. આદુનું સેવન તમે ચામાં કે પાણી સાથે ઉકાળામાં કરી શકો છો. ઠંડીના વાતાવરણમાં આદુ ચાવીને ખાવાથી પણ લાભ થાય છે 

હળદર 

હળદરમાં કર્કયુમીન નામનું તત્વ હોય છે. તેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. હળદરને દૂધમાં ઉમેરીને પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તેનાથી શરીરને ગરમી મળે છે. 

લીંબુ 

વિટામીન સીનો બેસ્ટ સોર્સ લીંબુ હોય છે. તેનાથી ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ મળે છે. શિયાળામાં લીંબુ પાણી પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. જો ગરમ પાણી સાથે સવારે લીંબુ પીવામાં આવે તો સૌથી ઉત્તમ. 

બદામ 

વિટામીન ઈ, ફાઇબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર બદામ ઇમ્યુનિટીને વધારે છે. એક મુઠ્ઠી બદામ દિવસ દરમિયાન ખાવાથી ઇમ્યુનિટી સુધરે છે અને એનર્જી પણ વધે છે. સવારના સમયે બદામને પલાળીને ખાવાથી લાભ થાય છે. 

પાલક 

વિટામીન એ, વિટામીન કે થી ભરપુર પાલક શિયાળામાં ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે. શિયાળામાં પાલકને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરવી જોઈએ.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles