વધારે વજન માત્ર દેખાવ જ નહી પરંતુ તે ઘણી બીમારીઓનું કારણ પણ બની શકે છે. વજન વધવાથી સ્થૂળતા આવે છે, જેનાથી ડાયાબિટીસ, કેન્સર, થાઈરોઈડ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. વજન ઘટાડવા માટે લોકો ઘણા પ્રકારના ડાયટ અપનાવે છે. જોકે, ઘણા લોકોને તેનો લાભ મળતો નથી. તો ફળો રામબાણ સાબિત થઈ શકે છે. આ ફળો ફેટ બર્નરની જેમ કામ કરે છે અને દરરોજ તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઓછું થવા લાગે છે.
આ ફળો ચરબીને ઓછી કરે છે
એપલ
સફરજનમાં ઓછી કેલરી અને વધુ ફાઈબર હોય છે. સફરજનમાં 5.4 ગ્રામ ફાઈબર હોય છે. ઘણા પોષક તત્વો આ ફળમાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણી બીમારીઓથી દૂર રાખે છે.
કિવિ
કિવીમાં વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. એક અભ્યાસ મુજબ કીવી ખાવાથી બીપી ઘટે છે અને કમરની સાઇઝ પણ ઓછી થાય છે. આ ફળને દરરોજ તમારા આહારમાં સામેલ કરીને તમે સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
બેરી
બેરી એક એવું ફળ છે, જેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. આ ખાવાથી કોલેસ્ટ્રોલ, બીપી અને સોજો ઓછો થાય છે. જો કોઈ વ્યક્તિનું વજન વધારે હોય તો તેને કંટ્રોલ કરવા માટે તે બેરી ખાઈ શકે છે.
તરબૂચ
જો વજન ઓછું કરવું હોય તો તમે તરબૂચ ખાઈ શકો છો. તરબૂચમાં ઓછી કેલરી અને વધુ પાણી જોવા મળે છે. આ સિવાય આ ફળમાં પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે ચરબીને ઓછી કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)