એક દારૂડિયો વકીલ પાસે ગયો અને કહ્યું, હું દરરોજ
સરકાર માન્ય ઠેકામાંથી દારૂ લઉં છું જેના પર GST પણ
કાપવામાં આવે છે. અને આ રીતે મારા દ્વારા
ખરીદેલી બોટલમાંથી ટેક્સના રૂપમાં જે પૈસા જાય છે
તેનો ઉપયોગ દેશના વિકાસમાં થાય છે.
પરંતુ મારી પત્ની મારા પર દારૂ ન ખરીદવા કે પીવાનું
દબાણ કરે છે, ઝગડો કરે છે અને ધોલાઈ પણ કરે છે.
શું હું મારી પત્નીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા
અને સરકારી કામમાં અવરોધ ઉભો કરવા માટે જેલમાં
મોકલી શકું?
વકીલને વારંવાર એ વિચારીને ચક્કર આવી રહ્યા છે કે
આના મગજમાં આટલો જોરદાર આઈડિયા ક્યાંથી આવ્યો?
😅😝😂😜🤣🤪
પાર્ટીની ચર્ચા કરતા કરતા,
પપ્પુ : ડાર્લિંગ,
માફ કરજે કાલે મેં શરાબ પીધી હતી.
નશામાં મેં તારી સામે લગ્નો પ્રસ્તાવ મુકેલો ખરો?
મને કશું યાદ આવતું નથી.
ટીના : મને યાદ છે કે મેં કોઈને ના પાડેલી.
તે કેટલા વાગે પ્રસ્તાવ મુકેલો?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)