જ્યોતિષ શાસ્ત્ર મુજબ કર્મફળ દાતા શનિ નવ ગ્રહોમાંથી સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ છે. કારણ કે શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આવામાં એક રાશિમાંથી નીકળીને ફરીથી એ જ રાશિમાં આવતા શનિને 30 વર્ષ જેટલો સમય લાગે છે. શનિના ગોચરની અસર એટલે જાતકોના જીવન પર લાંબા સમય સુધી રહે છે. શનિને કર્મફળ અને ન્યાયના દેવતા પણ કહે છે. કારણ કે તેઓ કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ ક્રૂર ગ્રહ ગણાય છે. જેના કારણે જાતકોએ જીવનમાં ક્યારેક તો શનિદોષ, મહાદશાનો સામનો કરવો પડે. છે. હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને વક્રી અવસ્થામાં છે. પરંતુ દીવાળી બાદ શનિ માર્ગી અવસ્થામાં જોવા મળશે. શનિની સીધી ચાલ કેટલાક જાતકોને ખુબ લાભકારી નીવડી શકે છે. શનિ 15 નવેમ્બર સાંજે 7.51 કલાકે કુંભ રાશિમાં માર્ગી થઈ જશે. જાણો કોને થશે ફાયદો.
વૃષભ
વૃષભ રાશિમાં શનિ દસમા ભાવમાં માર્ગી થશે. આવામાં આ રાશિના જાતકો માટે પણ શનિની સીધી ચાલ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રે ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે. આ સાથે જ નવી નોકરીની તકો મળી શકે છે. તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સાથ મળી શકે છે. આવામાં તમે લક્ષ્યાંકો મેળવી શકો છો. સકારાત્મક ઉર્જા વધી શકે છે. વેપારમાં ખુબ ફાયદો થઈ શકે છે. હરીફોને કાંટાની ટક્કર મળશે. આવામાં તમે સારો લાભ મેળવી શકશો. આર્થિક સ્થિતિ ખુબ સારી રહેશે. લાંબા સમયથી ચાલતી પૈસાની તંગીથી છૂટકારો મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
કન્યા
કન્યા રાશિમાં શનિ પાંચમા અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને તેઓ છઠ્ઠા ભાવમાં માર્ગી થશે. આવામાં ફાલતું ખર્ચાનો હવે અંત આવશે. લોન અને કરજમાંથી છૂટકારો મળશે. કરિયરના ક્ષેત્રે તમને લાભ મળી શકે છે. તમારા કામને જોતા મોટી જવાબદારી મળી શકે છે. વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. હરીફોને કાંટાની ટક્કર આપશો. આર્થિક સ્થિતિ સારી રહેશે. ધનલાભના અનેક યોગ છે. પાર્ટનર સાથે સારો સમય વિતશે. આ સાથે જ સ્વાસ્થ્ય સારું રહેશે.
મકર
મકર રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિમાં શનિ પહેલા અને બીજા ઘરનો સ્વામી છે અને તમારા બીજા ઘરમાં જ માર્ગી થશે. આવામાં લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. કરજમાંથી છૂટકારો મળવાની સાથે ઉધાર આપેલા પૈસા પાછા આવી શકે છે. ધન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. નવી નોકરી મળવાના ખુબ ચાન્સ છે. કામના દમ પર પદોન્નતિ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. ઉચ્ચ પદ સાથે ઈન્સેન્ટિવ મળવાના પણ ચાન્સ છે. વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. નવો બિઝનેસ શરૂ કરવાથી તમને લાભ મળી શકે છે. ઝડપથી સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. આવામાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી ચાલતી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)