fbpx
Saturday, January 11, 2025

ભૂખ્યા પેટે અંજીર ખાવાથી શરીર મજબૂત બને છે, સાથે જબરદસ્ત ફાયદા થાય છે

અનેક પરિવારો, ખાસ કરીને હેલ્થ કોન્શિયસ અને ખડતલ પરિવારો જેમકે વેઈટ લિફટર, કુસ્તીબાજોને સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા બદામ અને ડ્રાય ફ્રૂટ્સ ખાતા જોયા હશે. અનેકવિધ ડ્રાયફ્રૂટ્સની સાથે તેઓ અંજીરના 4-5 ટુકડા અવશ્ય ખાય છે. જીમમાં જતા લોકો અને કુસ્તીબાજોનું આ મનપસંદ ડ્રાયફ્રૂટ છે. અંજીર શરીરને ખડતલ, મજબૂત બને છે અને ઉર્જાવાન બનાવે છે પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે તે તમારા શરીરને મજબૂત-કઠણ બનાવવા માટે જ નહીં પરંતુ હેલ્થી રાખવા પણ અત્યંત જરૂરી ડ્રાય ફ્રૂટ છે. અંજીર ખાવાથી સ્વાસ્થ્યને એકંદરે ઘણો ફાયદો થાય છે.

જાણીને નવાઈ લાગશે કે અંજીરમાં ભરપૂર માત્રામાં પોષણ રહેલું હોય છે અને તે અનેક બીમારીઓથી બચવામાં આપણા શરીરને મદદ કરે છે. તેમાં ડાયેટરી ફાઈબર અને આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, મેંગેનીઝ વગેરે જેવા ખનિજોનો ભરપૂર ખજાનો અને અનેક જરૂરી વિટામિન્સ પણ રહેલા છે. તે એન્ટીઑક્સીડન્ટથી પણ સમૃદ્ધ છે. સવારે ખાલી પેટે અંજીર ખાવાના સ્વાસ્થ્યને શું-શું લાભો થશે તેનો ખ્યાલ આ લેખમાં તમને વિગતવાર આપવામાં આવશે. ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા નીચે જણાવ્યા છે…

ઈમ્યુનિટી વધારે છે

અંજીર ખાવાથી શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતા એટલકે ઈમ્યુનિટી પાવર વધે છે. તેમાં હાજર એન્ટીઑક્સીડન્ટ અને આવશ્યક પોષક તત્વો શરીરને પૂરતું પોષણ આપે છે. ઉપરાંત તે વારંવાર બીમાર પડવાની સમસ્યાને સુધારે છે. તે શરીરને વાયરલ એટલેકે મોસમી ચેપ અને ફ્લૂ સામે રક્ષણ આપે છે.

વેઈટ લુસમાં મદદરૂપ

વજન ઘટાડવા ઈચ્છુક લોકો માટે આ વધુ સારું ડ્રાયફ્રૂટ છે. અંજીરના માત્ર 3-4 ટુકડા ખાધા પછી તમને પેટ ભરેલું લાગશે. તે વજન ઘટાડવા માટે જરૂરી કેલરીની માત્રા જાળવવામાં મદદ કરે છે. ઉપરાંત તેને ખાવાથી તમને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની ઇચ્છા પણ થતી નથી.

કબજિયાત માટે રામબાણ ઈલાજ

ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઇબર હોવાથી અંજીર આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ આપણી પાચન પ્રક્રિયાને સુધારે છે અને આંતરડામાં સારા બેક્ટેરિયાનું સંતુલન જાળવી રાખે છે. આ સિવાય અંજીર આંતરડાની બળતરા અને અલ્સરને મટાડવામાં મદદ કરે છે. તે પેટનો ગેસ, કબજિયાત, અપચો, એસિડિટી અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓની સારવાર અને નિવારણમાં મદદરૂપ થાય છે.

હૃદય માટે હેલ્થી ફ્રૂટ

અંજીર ખાવાથી સ્થૂળતા, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા હૃદયરોગની જોખમ વધારતી સ્થિતિમાં સુધારો કરવામાં મદદ મળે છે. આમ આ ડ્રાયફ્રૂટ હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ ફાયદાકારક રહે છે.

આ સિવાય અંજીરને હાડકાં અને સ્નાયુઓને મજબૂત રાખવા, શરીરની શક્તિ વધારવા અને સ્ટ્રેન્થ માટે શ્રેષ્ઠ સૂકા ફળોમાંથી એક માનવામાં આવે છે. આ જ કારણ છે કે કુસ્તીબાજો પણ અંજીર ભરપેટ ખાય છે. આ ખાવાથી હાડકા મજબૂત બને છે તથા માંસપેશિયોને યોગ્ય પોષણ આપી જાય કરે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles