fbpx
Sunday, November 10, 2024

દશેરાના દિવસે અજમાવો આ ઉપાય, તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય

દશેરાનો તહેવાર આસો મહિનાની સુદ પક્ષની દશમના દિવસે ઉજવાય છે. શાસ્ત્રો મુજબ આ દિવસે  ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. આ સાથે જ માતા દુર્ગાએ પણ આ દિવસે મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ પર્વ બુરાઈ પર અચ્છાઈની જીતનો પર્વ છે. દશેરાના દિવસને ખુબ જ શુભ ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે તમામ દશેય દિશાઓ ખુલ્લી રહે છે. આ ખુબ પવિત્ર દિવસ ગણવામાં આવે છે. પરંતુ આ દિવસે કેટલીક વાતોનું પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. જાણો દશેરાના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ. 

દશેરાના દિવસે આ કામ જરૂર કરો

દશેરાના દિવસે સવારે ન્હાઈને ઘરના તમામ વડીલોના આશીર્વાદ લો. તેમના ચરણ સ્પર્શ કરો. આ સાથે જ નવરાત્રીના શાંતિ કળશનું પાણી આખા ઘરમાં છાંટી દો.

દશેરાના દિવસે રોગથી મુક્તિ મેળવવા માટે સુંદરકાંડનો પાઠ કરો. આ સિવાય એક નારિયેળ હાથમાં રાખીને હનુમાન ચાલીસાના દોહા નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમાન બીરા…વાંચીને રોગીના માથા પરથી સાત વખત ફેરવો. ત્યારબાદ નારિયેળને રાવણ દહનમાં ફેંકી દો. આમ કરવાથી તમામ બીમારીઓ દૂર થાય તેવી માન્યતા છે. 

વેપાર-કારોબારમાં ઉન્નતિ માટે દશેરાના દિવસે પીળા વસ્ત્રમાં નારિયેળ, મીઠાઈ, જનોઈ કોઈ બ્રાહ્મણને દાન કરો. તેનાથી મંદ પડેલા વેપારમાં ફાયદો થશે અને આર્થિક લાભ પહોંચશે. વેપારમાં પ્રગતિના રસ્તા પણ ખુલે છે. 

જો તમારી કુંડળીમા શનિની સાડા સાતી કે ઢૈય્યા હોય તો તેનાથી રાહત મેળવવા માટે દશેરાના દિવસે શમી પેડ નીચે તલના તેલના 11 દીવા પ્રગટાવો અને પ્રાર્થના કરો. તેનાથી શનિની સાડા સાતી અને ઢૈય્યાના પ્રભાવથી રાહત મળશે. 

એવી માન્યતા છે કે સૌથી મોટું દાન ગુપ્ત દાન હોય છે. આથી દશેરાના દિવસે ગુપ્ત રીતે કોઈ બ્રાહ્મણ કે કોઈ અસહાયને અન્ન, વસ્ત્ર, કે મૂલ્ય દાન કરો. તેનાથી દરિદ્રતા દૂર થશે. ઘરમાં કંકાશ પણ ખતમ થશે. 

દશેરાના દિવસે રાવણનું પૂતળું બાળવાની પણ એક પરંપરા છે. આ બુરાઈ પર અચ્છાઈનું પ્રતિક છે. જો તમારી આસપાસ રાવણ દહનનું આયોજન થયું હોય તો તેમાં ભાગ લો. આ ક્રિયાના માધ્યમથી તમે બુરાઈને સમાપ્ત કરવાની ભાવનાને જાગૃત કરી શકો છો. 

જો તમારે ધન હાનિનો સામનો કરવો પડતો હોય તો દશેરાના દિવસે કોઈ મંદિરમાં ઝાડૂનું દાન કરો. આમ કરવાથી તમને જે પણ આર્થિક મુશ્કેલીઓ આવતી હશે તે દૂર થશે. આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનો છે અને જે સમયે આ ઉપાય કરો ત્યારે માતા લક્ષ્મીનું ધ્યાન જરૂર ધરજો. 

દશેરાના દિવસે આ કામ ભૂલેચૂકે ન કરતા

દશેરાનો દિવસ ખુબ જ પવિત્ર ગણાય છે. આથી આ દિવસે કોઈ ખોટો વ્યવહાર ન કરવો જોઈએ અને મન અને તમારા વચનથી કોઈને પણ કષ્ટ ન પહોંચાડો. 

દશેરાના દિવસે સાંજના સમયે કોઈને પણ સોય, ખાંડ, મીઠું આપવું જોઈએ નહીં. 

જો તમને કોઈ પ્રસાદ તરીકે લવિંગ વગેરે આપે તો તેનો સ્વીકાર ન કરવો. આ સાથે જ સફેદ રંગનો પ્રસાદ કોઈની પાસેથી ન લેવો. નહીં તો નકારાત્મક ઉર્જા હાવી થઈ શકે છે. 

દશેરાનું મહત્વ

દશેરા પર ભગવાન રામ અને માતા દુર્ગાની પણ પૂજા થાય છે. પરંતુ તમે સાથે સાથે ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની પૂજા પણ કરી શકો છો. એવી માન્યતા છે કે ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે. આ સાથે જ આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. આમ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ અને ખુશહાલી આવશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles