fbpx
Sunday, November 24, 2024

રાઈનો ઉપયોગ માત્ર સ્વાદ માટે જ થતો નથી, તે ઔષધીય ગુણોથી ભરપૂર છે, આ રહ્યા તેના ફાયદા…

રાઈનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. અથાણા, ઢોકળા, સાંભર, પોહા, નારિયેળની ચટણી, દાળ વગેરે જેવી દરેક ચટાકેદાર વાનગીમાં પણ વઘાર માટે રાઈનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈનો વઘાર કરવાથી કોઈ પણ વાનગીના સ્વાદ ડબલ થઈ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ તે રાઈ ફક્ત વઘાર માટે જ ઉપયોગમાં નથી લેવામાં આવતી. તેમાં પરેલા ઔષધીય ગુણોથી માથાનો દુખાવો અને અપચાથી લઈને માંસપેસીઓમાં દુઃખાવો, દાદ અને શ્વાસની બિમારીઓ વગેરે જેવી ઢગલાબંધ બીમારીઓમાં રાહત મળી શકે છે.

રાઈમાં રહેલા પોષક તત્વો

રાઈની ઘણી જાતો છે અને તમામ પોષક તત્વોથી ભરપૂર છે. ખનિજોની વાત કરીએ તો, રાઈના દાણામાં મુખ્યત્વે કોપર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, જસત, મેંગેનીઝ, સેલેનિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન C, K, Riboflavin, Thiamin, Vitamin B6, ફોલિક એસિડ જેવા ઘણા પ્રકારના વિટામિન્સ પણ હોય છે. તેમાં ડાયેટરી ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ, પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ પણ હોય છે. આ બધા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વો છે.

રાઇના ફાયદા

  • કાળી રાઈના દાણામાં ફાઈબર હોય છે જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતને અટકાવે છે. તે પાચન રસના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે. આંતરડાની યોગ્ય હિલચાલ આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે.
  • રાઈમાં એવા સંયોજનો છે જે શરીરમાં સોજો અથવા બળતરા ઘટાડી શકે છે. આનાથી સંધિવા જેવા બળતરા રોગોથી રાહત મળે છે.
  • એન્ટીઑકિસડન્ટની વિપુલતાના કારણે, કાળી રાઇ શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે.
  • રાઈ ચયાપચયને વેગ આપી શકે છે. આ શરીરમાં હાજર વધારાની કેલરી બર્ન કરે છે, જેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે.
  • રાઈ હૃદય માટે પણ ખૂબ જ હેલ્ધી છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે જે ઉચ્ચ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.
  • રાઈ તમને હૃદય રોગ થવાનું જોખમ પણ ઘટાડે છે.
  • જો તમે તમારા વાળમાં રાઈનું તેલ લગાવો છો, તો તે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને વાળ ખરવાનું બંધ કરી શકે છે. વાળ મૂળથી કાળા અને મજબૂત હોય છે.
  • તે મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે માથાનો દુખાવો ઓછો કરે છે. જો તમને માથાનો દુખાવો હોય, તો કાળી રાઈના તેલથી માલિશ કરવાનો પ્રયાસ કરો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles