fbpx
Sunday, November 24, 2024

જો તમે શરીરની દુર્ગંધથી પરેશાન છો તો આ ઉપાય અજમાવો

આપણા દેશના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે છે. આ કારણે જો સ્વચ્છતા જાળવવા માટે સજાગ ન રહીએ તો શરીરમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા રહે છે. આધુનિક યુગમાં યુવાન-યુવતીઓ શરીરની કાળજી વધારે રાખે છે. તેમને સ્વચ્છતા પસંદ છે. છતાં પણ કામગીરીના પ્રકાર અને વાતાવરણની અસરોના કારણે ઘણી વખત શરીરની દુર્ગંધ પરેશાનીનું કારણ બની રહે છે.

આજના સમયમાં વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ પણ વધારે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને શરીરમાંથી દુર્ગંધ ન આવે તે માટે વિશેષ પ્રયત્નો કરવા જરૂરી છે

શરીરની દુર્ગંધ દૂર: શરીરની દુર્ગંધથી પરેશાન છો તો બાથટબમાં પાણી ભરો. તેમા બે કપ ટામેટાનું જ્યુસ નાખી દો. હવે આ ટબમાં 15 મિનિટ સુધી બેસો. પછી સાદા પાણીથી નાહી લો.

નિયમિત સ્નાનઃ દિવસમાં ઓછામાં ઓછું એકવાર સ્નાન કરવું, ખાસ કરીને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં તો તે અત્યંત જરૂરી બની જાય છે. સ્નાન કરતી વખતે એન્ટીબેક્ટેરિયલ સોપનો ઉપયોગ કરવો.

સ્વચ્છ વસ્ત્રોઃ નિયમિતપણે કપડાં ધોવાય અને સ્વચ્છ અને સૂકા કપડાં પહેરવાથી શરીરની દુર્ગંધની તકલીફ ઓછી થશે. ખાસ કરીને ગરમીમાં બહાર જઈને આવ્યા હોઈએ કે પછી વ્યાયામ કર્યો હોય તે પછી કપડાં બદલી લેવા જરૂરી છે.

ડિયોડોરન્ટ વાપરોઃ ખાસ કરીને એન્ટીપર્સ્પિરન્ટ ડિયોડોરન્ટ વાપરો. એન્ટીપર્સ્પિરન્ટ તમારા શરીરની દુર્ગંધને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ડિયોડોરન્ટ આ સાથે ખુશ્બુ ઉમેરે છે.

આહારમાં ફેરફારઃ કાંદા, લસણ અને મસાલેદાર ખાદ્યપદાર્થો ઘટાડો, કારણ કે એ તત્વો શરીરની દુર્ગંધમાં ફાળો આપી શકે છે.

શરીરની સ્વચ્છતાઃ શરીરના એ ભાગ ખાસ કરીને સારી રીતે સાફ કરો, જ્યાંથી વધુ દુર્ગંધ આવે છે,જેમ કે બગલ,પગ. અહીં બેક્ટેરિયા વધુ વિકસે છે,જે દુર્ગંધનું કારણ બને છે.

શરીરની દુર્ગંધ માટે આપણો ખોરાક પણ જવાબદાર છે શરીરની દુર્ગંધ માટે આપણું ભોજન પણ જવાબદાર છે. જે ખાદ્યપદાર્થોમાં સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે એ ખાધા પછી વધુ દુર્ગંધ આવે છે.

મસાલા શરીરના પરસેવાનું કારણ જો કઢી, જીરું અને મેથી જેવા મસાલા દાંતમાં અટવાઈ જાય તો કલાકો સુધી શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. આ મસાલાઓમાં અસ્થિર સંયોજનો પણ હોય છે, જે આપણા લોહીમાં સરળતાથી શોષાય છે. પછી તેઓ તમારા પરસેવા દ્વારા બહાર આવી શકે છે. એની એક અલગ જ પ્રકારની ગંધ હોય છે.

લસણ અને ડુંગળીને કારણે પણ દુર્ગંધ આવે છે લગભગ બધા જાણે છે કે લસણ અને ડુંગળી ખાવાથી તમારા શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. આ મસાલાઓની તાસીર ગરમ હોય છે. એનાથી હાઇપરટેન્શન અને શરીરની ગરમી વધી શકે છે. પછી શરીરની આ ગરમીને સામાન્ય બનાવવા માટે શરીરમાં વધુ પરસેવો થાય છે. વધુ પરસેવો એટલે વધુ પ્રોટીન પરમાણુઓ. જ્યારે બેક્ટેરિયા એને તોડી નાખે છે ત્યારે એનાથી ખરાબ ગંધ આવે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles