લોકોને સ્વસ્થ રહેવા માટે ફળોનું સેવન કરવા માટે કહેવામાં આવે છે. કેળા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મોટાભાગના લોકોને કેળા ખાવા ગમતા હોય છે. એક્સપર્ટ દ્વારા દરરોજ એક કેળું ખાવાની સલાહ આપવામાં આવે છે. કેળામાં મળી આવતા વિટામીન A, C અને B-6, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ, પોટેશિયમ શરીરને પૂરતું પોષણ પ્રદાન કરે છે. આજે અમે આ આર્ટિકલમાં તમને કેળાના સેવન ફાયદા અને ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છે.
કેળાના સેવનના ફાયદા
- કેળા હૃદય સંબંધિત રોગોથી બચાવે છે
- કેળામાં એમિનો એસિડનું પ્રમાણ વધુ હોવાથી હોર્મોનનું સ્તર યોગ્ય રહે છે અને મૂડ સારો રહે છે. તેનાથી તણાવ ઓછો થાય છે.
- કેળામાં વિટામિન B6 મળી આવે છે, જે મગજની શક્તિ વધારવામાં ફાયદાકારક હોય છે અને તેના સેવનથી યાદશક્તિ વધે છે.
- કેળા કબજિયાત અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે.
- કેળામાં પોટેશિયમ મળી આવે છે, વર્કઆઉટ પછી નિયમિત રીતે કેળા ખાવાથી ફાયદો થઈ શકે છે.
- કેળા વજનને કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક છે.
કેળાના સેવનના ગેરફાયદા
- કિડનીની સમસ્યામાં કેળાનું સેવન ઓછું કરવું જોઈએ. કેળામાં મળતું પોટેશિયમ કિડની પર દબાણ લાવે છે.
- કેળામાં જોવા મળતા ફ્રક્ટોઝ પેટમાં ગેસની સમસ્યા પેદા કરી શકે છે.
- કેળામાં પ્રોટીન ઓછું હોય છે, તેના સેવનથી માંસપેશીઓ નબળી પડી શકે છે.
- કેળામાં વધુ માત્રામાં કેલરી હોય છે, જેનાથી વજન વધે છે. વધતા વજનથી પરેશાન લોકોએ કેળાનું સેવન ટાળવું જોઈએ.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)