fbpx
Saturday, January 11, 2025

દિવાળી પહેલા આ રાશિના લોકોનું સૂતેલું ભાગ્ય જાગી જશે, જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.

હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ વર્ષના કેટલાક ખાસ દિવસોમાં માતા લક્ષ્મી સ્વયં ધરતી પર ભ્રમણ કરવા માટે આવે છેઅને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે. તેઓ જેના પર મહેરબાન થાય છેતે વ્યક્તિના ત્યાં ધન-સંપત્તિના ભંડાર થવા લાગે છે. એવી માન્યતા છે કે દીવાળી ઉપરાંત શરદ પૂર્ણિમા પણ એક એવો દિવસ છે જ્યારે ધનની દેવી માતા લક્ષ્મી વૈકુંઠ લોકથી પૃથ્વી પર ફરવા માટે આવે છે. આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવીને ભક્તો પર ધન અને સમૃદ્ધિની વર્ષા કરે છે.   

વર્ષ 2024માં શરદ પૂર્ણિમા ગુરુવારે 17 ઓક્ટોબરના રોજ છે. જો કે કેટલીક જગ્યાએ 16મી ઓક્ટોબરે પણ ઉજવાઈ રહી છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સાથે સાથે ચંદ્રદેવની પણ ઉપાસના થાય છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે પૂર્ણિમા તીથીનો સંયોગ રેવતી નક્ષત્ર અને રવિ યોગ સાથે થઈ રહ્યો છે. આ યોગ-સંયોગની સાથે દીવાળી પહેલા માતા લક્ષ્મીની કૃપા આ રાશિવાળા પર સૌથી વધુ વરસી શકે છે. જાણો આ લકી રાશિઓ વશે. 

મેષ 

મેષ રાશિના જાતકો માટે શરદ પૂનમનો સમય ખુબ શુભ રહેશે. આ દરમિયાન તમને ધનલાભની અનેક તકો મળી શકે છે. વેપારમાં વધારો થશે. તમે નોકરીમાં બોસ સાથે કદમથી કદમ મેળવીને કામ કરશો. તમને પ્રમોશન પણ મળી શકે છે. તમારા કૌટુંબિક જીવનમાં પણ સુખ શાંતિ રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. ક્રોધ પર કાબૂ મેળવવામાં સફળ રહેશો.

વૃષભ 

વૃષભ રાશિ એ માતા લક્ષ્મીની એક પ્રિય રાશિ છે કારણ કે તેના સ્વામી શુક્ર છે જે ધન ઐશ્વર્ય અને વૈભવના કારક છે. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. વેપારમાં વધારો થવાથી લાભનો માર્જિન વધી શકે છે. નવી વેપારી ડીલ થવાથી લાભ થશે. જૂના કરજ ચૂકવવામાં સફળતા મળશે. જો તમે કોઈ રોકાણ કર્યું હોય તો તમને તેમાં સારું રિટર્ન મળશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. 

કન્યા 

કન્યા રાશિના જાતકો માટે આ સમય ખુબ અનુકૂળ રહેશે. નોકરીમાં લાભવાળી જગ્યા પર ટ્રાન્સફરના યોગ છે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. તમને શેરબજારમાંથી અચાનક ભારે લાભ થઈ શકે છે. આ સાથે જ તમારા અટવાયેલા કામો પણ પૂરા થશે. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. વેપારમાં પણ જબરદસ્ત લાભ થઈ શકે છે. આ બધાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

તુલા 

તુલા રાશિના જાતકોને શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે. તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે. વેપારમાં વિસ્તાર માટે સમય અનુકૂળ છે. દરેક પ્રકારના  કરજથી પછી તે ભલે વ્યક્તિગત હોય કે પછી કારોબારી મુક્તિ મળવાની શક્યતા છે. રિટેલ કારોબારમાં નવા ગ્રાહકો મળવાથી વેપારનો વિસ્તાર થઈ શકે છે. રિલેશનશીપ અને લવ લાઈફમાં મધુરતા અને રોમાન્સ જળવાઈ રહેશે. 

મીન 

મીન રાશિના જાતકો માટે આ સમય ખુબ અનુકૂળ રહેશે. માતા લક્ષ્મીની કૃપા અને શરદ પૂનમનો સંયોગ થવાથી આ રાશિના જાતકોના બંધ ભાગ્યનું તાળું ખુલી શકે છે. તમને નવી તકો મળશે. જેનો તમારે પૂરતો ફાયદો ઉઠાવવો જોઈએ. લોટરી કે સટ્ટાથી અચાનક ધનલાભ થઈ શકે છે. વેપાર અને કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે. સંબંધીઓનો સહયોગ મળશે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles