મોટાભાગના લોકોની દિવસની શરૂઆત ચા પીવાથી થતી હોય છે. જો કે, ચાના કારણે સ્વાસ્થ્યને ઘણા નુકશાન પણ થાય છે. તેથી દૂધની ચાને બદલે દરરોજ એક કપ ગ્રીન ટીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. ગ્રીન ટીમાં મળતા વિટામિન-એ, વિટામિન-ઇ, થાઇમીન, મેંગેનીઝ, પોટેશિયમ, કોપર, આયર્ન સ્વાસ્થ્યને સુધારવાનું કામ કરે છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો ગ્રીન ટી પીવાના સ્વાસ્થ્ય લાભો.
ગ્રીન ટીના સ્વાસ્થ્ય લાભો
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે
- ગ્રીન ટી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને પણ સામાન્ય બનાવે છે.
- આ સિવાય દરરોજ એક કપ ગ્રીન ટી પીવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓનો ખતરો પણ દૂર થાય છે.
સ્ટ્રેસ ઘટાડે છે
- ગ્રીન ટીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ, પોલિફીનોલ્સ અને એમિનો એસિડની માત્રા હોર્મોન્સને સંતુલિત કરવાનું કામ કરે છે.
- ગ્રીન ટીનું નિયમિત સેવન કરવાથી સ્ટ્રેસ ઘટાડવામાં મદદ મળે છે.
- સવારે એક કપ ગ્રીન ટી માનસિક તેમજ શારીરિક તણાવમાંથી મુક્ત કરી શકે છે.
- આ આદતો ભગાડી દેશે બેડ કોલેસ્ટ્રોલ, હૃદય સંબંધિત રોગો રહેશે દૂર
રોગપ્રતિકારક શક્તિ
- દરરોજ એક કપ ગ્રીન ટી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
- ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને પોલિફીનોલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
- દરરોજ એક કપ ગ્રીન ટી પીવાથી વજન ઓછું થઈ શકે છે.
- ગ્રીન ટીમાં પોલીફેનોલ્સ મળી આવે છે, જે મેટાબોલિઝમ વધારે છે.
- ગ્રીન ટી શરીરમાં જમા થયેલી ચરબીને બર્ન કરવામાં મદદ કરે છે.
એન્ટી એજિંગમાં મદદ કરે છે
- ગ્રીન ટીમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે.
- જે ત્વચા પર સમયની અસરને ઘટાડે છે. ત્વચા પર સમયની અસરથી બચવા માંગતા હોવ તો દરરોજ એક કપ ગ્રીન ટીનું સેવન શરૂ કરો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)