fbpx
Saturday, January 11, 2025

સવારે તજનું પાણી પીવાથી વજન ઘટાડવા સહિત લાભ થાય છે અનેક સ્વાસ્થ્ય

તજનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. તજમાં વિટામિન-એ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. તજ અનેક ઔષધીય ગુણો અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો, સવારે ખાલી પેટ તજનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તજનું પાણીના નિયમિત સેવનથી વજન ઘટાડવાથી લઈને બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવા સુધીની દરેક બાબતમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

શુગર લેવલ કંટ્રોલ

સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે તેના સેવનથી ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.

પાચનક્રિયા મદદ

સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે. તેના સેવનથી પાચન ઉત્સેચકો ઉત્તેજિત થાય છે, જે ગેસ, પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યાઓથી બચાવે છે.

હ્રદય રોગનો ઓછો ખતરો

સવારે ઉઠીને તજનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલ રહે છે, જેનાથી હ્રદય રોગનો ખતરો ઓછો થાય છે.

રોગપ્રતિકારક શક્તિને વધારશે

તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે મોસમી રોગોનો ખતરો ઓછો થાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

તજના પાણીનું સેવન બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ભૂખ ઘટાડવામાં પણ મદદ કરે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે અને ચરબી સરળતાથી બર્ન થાય છે.

તજનું પાણી કેવી રીતે બનાવવું

તજનું પાણી બનાવવા માટે તજના થોડા ટુકડાને એક કપ પાણીમાં ઉકાળો અને પછી સવારે વહેલા ઉઠીને ગરમ કે ઠંડુ પાણી પીવો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles