fbpx
Saturday, January 11, 2025

ઘઉંની જગ્યાએ આ લોટની રોટલી ખાઓ, તમને મળશે જબરદસ્ત ફાયદા

ઋતુ બદલાઈ રહી છે. ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આવા સમયે જો તમે તમારા આહારમાં ઘઉંની રોટલીને બદલે આ 3 લોટની રોટલીનો સમાવેશ કરો. આનાથી માત્ર તમારું વજન જ નિયંત્રણમાં નહીં રહે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ રામબાણ ઈલાજ છે. ખાસ કરીને ઠંડીમાં આ રોટલીઓ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ઠંડીમાં રાગી, જુવાર અને મકાઈની રોટલી ખાવી ખૂબ જ ફાયદાકારક હોય છે.

આ એટલા માટે કે આ બધા લોટમાં ઉચ્ચ ફાઈબર હોય છે અને આ બધા ગ્લુટેન ફ્રી હોય છે, જે ઘણી રીતે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

મલ્ટીગ્રેન લોટની સૌથી મોટી વાત એ છે કે, તેમાં ગ્લુટેન હોતું નથી, એટલે કે જ્યારે તમે તેની રોટલી ખાશો ત્યારે તમારું બ્લડ શુગર અચાનક વધશે નહીં, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત, તેમાં ઉચ્ચ ફાઇબર હોય છે. આ કારણે તે કબજિયાતમાં પણ રામબાણ માનવામાં આવે છે, તે પેટને સાફ કરે છે.

મલ્ટીગ્રેન લોટમાં ઉચ્ચ માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે. જેમ કે, વિટામિન A, B, B, ઓમેગા-3 ફેટી એસિડ જે તમારા મગજ અને આખા શરીરના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે.

તે પોષણની ઉણપને પૂર્ણ કરે છે અને શરીરને ખૂબ જ મજબૂત બનાવે છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, જે સ્નાયુઓની વૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles