fbpx
Saturday, January 11, 2025

ખાટા ઓડકારથી રાહત મેળવવા માટે આ ઘરેલું ઉપાય અજમાવો

કેટલાક લોકોને રોજ ખાધા પછી ખાટા ઓડકાર આવે છે, જે સામાન્ય નથી, તેને રિફ્લક્સ ડિસઓર્ડર પણ કહી શકાય. તેમાં ઓડકારની સાથે દુર્ગંધ પણ આવે છે. તેને સલ્ફર બર્પ પણ કહેવામાં આવે છે.

જમ્યા પછી ઓડકાર આવવો એ સામાન્ય બાબત છે, તેના ઘણા કારણો હોઈ શકે છે, જ્યારે આપણું પાચન તંત્ર ખોરાકને પચવી રહ્યું હોય, ત્યારે મોંમાંથી ગેસ પણ પસાર થાય છે, તો તેને ઓડકાર કહેવામાં આવે છે.

પરંતુ કેટલાક લોકોને રોજ ખાધા પછી ખાટા ઓડકાર આવે છે, જે સામાન્ય નથી, તેને રિફ્લક્સ ડિસઓર્ડર પણ કહી શકાય. તેમાં ઓડકારની સાથે દુર્ગંધ પણ આવે છે. તેને સલ્ફર બર્પ પણ કહેવામાં આવે છે. તેમાંથી આવતી ગંધ હાઇડ્રોજન સલ્ફાઇડની છે. ખાટા ઓડકાર એ પાચન સંબંધી વિવિધ સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે, જેમ કે અતિશય ગેસ, અપચો, જઠરનો સોજો અથવા અન્ય પાચન વિકૃતિઓ. આ પાચન સંબંધી સમસ્યા છે અને તેમાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર ખૂબ જ ઉપયોગી છે.

જીરું પાણી : જીરું પાણીનું સેવન ખાટા ઓડકારની સમસ્યા માટે પણ અસરકારક ઉપચાર છે. જીરાને પાણીમાં નાખી થોડુ ઉકાળી લો અને ઠંડુ થયા બાદ તેનું સેવન કરો. આને પીવાથી પેટમાં ગેસની સમસ્યા ઓછી થાય છે અને ખાટા ઓડકાર પણ ઓછા થાય છે.

પ્રોબાયોટીક્સ : ખાટા ઓડકાર મટાડવા માટે, તમારા આહારમાં પ્રોબાયોટીક્સ વસ્તુઓ વધારો. આ માટે તમારા આહારમાં દહીં અને છાશનો સમાવેશ કરો. તેમાં રહેલા સારા બેક્ટેરિયા તમારા પાચન સ્વાસ્થ્ય માટે સારા છે. પ્રોબાયોટીક્સ ગેસ અને અપચો બંનેને ઘટાડવામાં મદદ કરી શકે છે.

આદુનો રસ : આદુનો રસ પાણીમાં ભેળવીને પીવાથી પણ ખાટા ઓડકાર મટે છે. તે તમારું પાચન સુધારે છે. આદુમાં ઘણા ઔષધીય ગુણો હોય છે, જેમાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોનો સમાવેશ થાય છે. આનાથી પેટની સામાન્ય સમસ્યાઓ જેવી કે અપચો, ગેસ અને ખાટા ઓડકાર મટે છે.

ગ્રીન ટી : ગ્રીન ટી ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે, જે ખાટા ઓડકારને અટકાવે છે. આ માટે ગ્રીન ટીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો. તેમાં હાજર ઉચ્ચ એન્ટીઓક્સીડેન્ટ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમને પણ ઘટાડે છે.

લીંબુ પાણી : ક્યારેક એવું બને છે કે સવારે ઉઠતાની સાથે જ ખાટા ઓડકાર આવવા લાગે છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો એક ગ્લાસ લીંબુ પાણી તરત જ પી લો. આમાં જો તમે સંચળ નાખીને પીવો છો તો જલદી રાહત મળશે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles